અત્યારે એક મોટી ખબર આવી રહી છેકે નોરા ફતેહીએ ઇડીને સુકેશ ચન્દ્રશેખર વિરુદ્ધ બયાન આપવાનું નક્કી કરી લીધું છે તિહાર જેલમાં રહીને 200 કરોડની ઠગાઈ કરનાર સુકેશ હવે બચી નહીં શકે કારણ કે નોરા ફતેહીએ હવે સુકેશને સબક શીખવવાનું નક્કી કરી લીધું છે જેકલીન ફર્નાડિસ બાદ નોરા ફતેહીનું નામ આ કેસમાં આવ્યું હતું.
જાણવા મળ્યું કે સુકેશની પત્નીએ ચેન્નાઈમાં થયેલ એક ઇવેન્ટ કરવાના બદલે નોરા ફતેહીને એક બીએમડબ્લ્યુ કાર અને એક આઈફોન ભેટ સ્વરૂપે આપ્યો હતો નોરાએ પોતાના ઉપર લાગેલ કેટલાય આરોપ ખોટા બતાવ્યા હતા અને કેટલાય ખુલાસા પણ કર્યા હતા નોરાએ પહેલા કહ્યું હતું ઇવેન્ટ પહેલા કે પછી તેને કોઈ ગિફ્ટ મળ્યું ન હતું.
નોરા કહ્યું હતું તેને જે પણ ગિફ્ટ મળ્યા હતા તે ઇવેન્ટ સમયે જ મળ્યા હતા સુકેશની પત્નીથી મળેલ ગિફ્ટમાં નોરાએ પુછતાજ માં કહ્યું હતું કે લીનાએ ઇવેન્ટમાં બધાની સામે જાહેરાત કરી હતી કે તેઓ તેને પ્રેમ અને સન્માન સાથે એક બીએમડબ્લ્યુ કાર ગિફ્ટ કરી રહી છે અને તેના માટે તેમણે નોરાને વધાવી પણ.
પરંતુ નોરાની એક વોટ્સએપ ચેટ ઇડીના હાથ લાગી હતી જેમાં નોરા સુકેશ સાથે કારને લઈને ચર્ચા કરતી જોવા મળી હતી પોતાને ફસાતા જોઈને નોરાએ હવે બીજો રસ્તો અપનાવતા સુકેશ વિરુદ્ધ ગવાહી આપવાનું નક્કી કરી લીધુંછે કારણ નોરાને પણ ખ્યાલ આવી ગયોછે નહીતો તે પણ જેકલીન જેમ ફસાઈ શકે છે.