દેશના જાણીતા બિઝનેસ મેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્રના લગ્નની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે પરમ દિવસ ના રોજ અનંત અને રાધિકા મર્ચન્ટની સગાઈ નો પ્રસંગ યોજાયો હતો જેમાં બોલીવુડના કેટલાય સેલિબ્રિટી પહોંચ્યા હતા એ સમયના ફોટો અને.
કેટલાય વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયા હતા સામે આવેલ કેટલાય વિડીઓમાં અંબાણી પરિવાર નો બંગલો એન્ટિલિયા ફૂલો અને રોશનીથી ઝગમગતો જોવા મળી રહ્યો છે પૂરો અંબાણી પરિવાર નાની વહુના આગમનની ઉજવણીમાં લાગેલ છે પરિવાર પર ખુશીઓ સાફ જોઈ શકાય છે.
અનંત અંબાણી ની સગાઈ માં કેટલાય મહેમાન પહોંચ્યા હતા અહીં ગુજરાતી પરંપરાઓ જોવા મળી હતી ગોળ ધાણા ની પરંપરા ગતના રિવાજો નિભાયા હતા આ પછી અનંત અને રાધિકાએ એકબીજા ને રિંગ પહેરાવી હતી અંબાણી પરિવારે અનંત અને રાધિકાને શાનદાર અંદાજ માં શુભેછાઓ પાઠવી હતી.
અહીં દરમિયાન અંબાણી પરિવાર ના તમામ લોકો સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા એક વિડિઓ પણ સામે આવ્યો છે જેમાં નીતા અંબાણી એમની થનાર વહુ ની આરતી ઉતારી રહી છે જએમનો એ સમયનો વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે વિડિઓ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.