શું તમને ન્યૂઝ જોવાનો શોખ છે તમને ન્યુઝ એંકર વિશે જાણવું ગમે છે શું તમને જાણવાની ઈચ્છા છે કે ટીવી પર આવતા ન્યુઝ એંકર હકીકતમાં કેવું જીવન જીવે છે જો હા તો આજનો અમારો આ લેખ તમારા માટે જ છે આપણે અલગ અલગ ન્યુઝ ચેનલ પર અલગ અલગ ન્યુઝ શોમાં ઘણાં ન્યુઝ એંકરને જોતાં હોઈએ છીએ.
ઘણાં ન્યુઝ એંકર તો એવા હોય જેને આપણે વર્ષો સુધી ન્યુઝમાં જોતા હોઈએ અને તેમ છતાં આ ન્યુઝ એંકરના જીવન એમના પરિવાર વિશે કદાચ જ કોઈ વ્યક્તિને પૂરી માહિતી હોય છે આજે અમે તમને કેટલાક એવા ન્યુઝ એંકર વિશે જણાવીશું જે ઘણાં લાંબા સમયથી આ ક્ષેત્રમાં છે.
સૌથી પહેલાં વાત કરીએ અંજના ઓમ કશ્યપ જેઓ આજતક ન્યુઝ ચેનલના વરિષ્ઠ સંપાદક છે અને તેમનો હલબોલ કાર્યક્રમ ઘણો જ લોકપ્રિય બન્યો હતો વાત કરીએ અંજનાના પરિવારની તો અંજના ઓમ કશ્યપના પતિનું નામ મંગેશ કશ્યપ છે જેઓ દિલ્હીમાં વિજિલન્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અંજના ઓમ કશ્યપને સંતાનોમાં એક દીકરો અને દીકરી છે.
ત્યારપછી આજતકની એક એવી એંકરની વાત કરીએ જેને ન્યુઝરૂમમાં નહિ પણ ગ્રાઉન્ડ રિપોર્ટિંગનો શોખ છે એ એંકરનું નામ છે શ્વેતા સિંહ જે આજતકના વરિષ્ઠ એંકર છે શ્વેતાના પરિવારની વાત કરીએ તો તેમના પતિનું નામ સંકેત કોઠાર છે જે વ્યવસાયે એક જાણીતા સોફ્ટવેર એન્જિનિયર છે તેમને જાણીતી કંપનીઓ માટે કામ પણ કર્યું છે સંકેત કોઠાર મરાઠી છે અને આજે લગ્નના આટલા વર્ષો બાદ શ્વેતા અને સંકેતની એક દીકરી છે.
ત્યારબાદ એબીપી ન્યૂઝ ચેનલના એંકર રૂબિકા લિયાકતના જીવનની વાત કરીએ તો રૂબિકાએ ઘણાં સારા સારા નેતાઓના ઇન્ટરવ્યૂ લીધા છે અને પોતાના અલગ અંદાજથી તે આજે મીડિયામાં જાણીતા બન્યા છે તમને જણાવી દઇએ કે રૂબિકાના પતિ પણ એક જર્નાલીસ્ટ છે તેમનું નામ નાવેદ કુરેશી છે રૂબિકા અને નાવેદના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા હતા અને હાલમાં તેમને એક દીકરો અને દીકરી છે.
વાત કરીએ ઝીન્યુઝ પર જોવા મળતા એંકરની તો સુધીર ચૌધરી જેમનો ઝીન્યુઝ પર રાત્રે ૯વાગ્યે પ્રસારિત થતો શો ખૂબ જ લોકપ્રિય છે સુધીર યાદવના પરિવારની વાત કરીએતો તેમની પત્નીનું નામ નીતિ ચૌધરી છે અને આ બંનેનો એક દીકરો પણ છે ન્યુઝ એંકરની વાત હોય અને દીપક ચોરસિયાની વાત ન થાય તો મજા શું.
દીપક ચોરસિયા ઇન્ડિયાન્યુઝ માટે કામ કરતા હતા જો કે હાલમાં તેઓ ન્યુઝનેશન માટે કામ કરે છે દીપક ચોરસિયાની પત્ની પણ એક પત્રકાર છે જે એનડીટીવી ચેનલમાં કામ કરે છે તેમને બે દીકરીઓનું વરદાન મળ્યું છે અને હવે છેલ્લે વાત કરીએ આપકી અદાલત શોના એંકર રજત શર્મા વિશે જે ઈંડિયા ટીવીના જાણીતા રિપોર્ટર છે રજત શર્માની પત્નીનું નામ રિતુ ધવન છે અને તે પણ ઈંડિયા ટીવીના સીઈઓ છે.