આજે દેશમાં બેરોજગારી કેટલી બધી ગઈ છે એ તો તમે જાણતા જ હશો આજે એવો સમય છે જ્યારે તમે સારામાં સારી ડિગ્રી હાથમાં રાખીને ફરો તો પણ તમને નોકરી મળે જ એવું નક્કી નથી હોતું એવું પણ બને કે તમે જે અભ્યાસ કર્યો હોય એનાથી નીચી કક્ષાની નોકરી તમારે કરવી પડે અથવા તો કોઈ સારી નોકરીમાં તમને તમારી લાયકાત પ્રમાણે પગાર ન મળે.
તમને થતું હશે કે હું આ બધુ શું કામ જણાવી રહી છું તો આજે આપણે પગાર અને લાયકાત સંબંધિત વાત કરવાના છીએ આજે અમે તમને જણાવવાના છીએ કે સામાન્ય લોકો માટે અભ્યાસનું સ્તર અને નોકરીમાં આટલા નિયમો બનાવનાર આપણા નેતાઓ પગાર કેટલો છે અને તેમનો અભ્યાસ કેટલો છે.
પહેલા વાત કરીએ રાષ્ટ્રપતિની તો તેમનો એક મહિનાનો પગાર ૫ લાખ રૂપિયા હોય છે આ ઉપરાંત પણ તેમને ઘણી સેવાઓ મળતી હોય છે રાષ્ટ્રપતિ રહી ચૂકેલ રામનાથ કોવિંદના અભ્યાસની વાત કરીએ તો તેમને બીકોમ અને એેલએલબીનો અભ્યાસ કર્યો છે ત્યારબાદ વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ વિશે તો તેમનો એક મહિનાનો પગાર ૪લાખ રૂપિયા હોય છે.
આપણા ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલ એમ વેંકૈયા નાયડુ વિષે વાત કરીયે તો જેમને લો નો અભ્યાસ કર્યો છે આ ઉપરાંત રાજ્યના ગવર્નરને એક મહિનાના પગાર રૂપિયા ૩લાખ૫૦હજાર આપવામાં આવે છે જ્યારે સુપ્રીમ કોર્ટના જજને ૨ લાખ ૫૦ હજાર રૂપિયા આપવામાં આવે છે જો વાત કરીએ હાઇકોર્ટના જજને એક મહિનામાં મળતા પગારની તો તેમનો પગાર ૨ લાખ ૨૫ હજાર રૂપિયા હોય છે.
તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેનનો પગાર ૨લાખ ૫૦ હજાર હોય છે આ સિવાય સાંસદ સભ્યોના પગાર ૧ લાખની આસપાસ હોય છે અને પગાર ઉપરાંત તેમને નિયમ અનુસાર બીજા ફાયદા પણ મળતા હોય છે સાથે જ વાત કરીએ પ્રધામંત્રી વિશે તો દેશના પ્રધામંત્રીને મહિને ૧લાખ ૬૦ હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે હાલના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે જેમને ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સટીમા અભ્યાસ કર્યો.