દીકરા આર્યનને જેલમાંથી બહાર નીકળવા માટે શાહરૂખ ખાન કેટલી મહેનત કરી રહ્યા છે એ તો આપણે બધા જ જાણીએ છીએ. શાહરૂખ દીકરાને જામીન કરાવવા પૈસા અને ઓળખાણ બંને લગાવી રહ્યા છે. તેમને આર્યનને જામીન અપાવવા બે વકીલ પણ આ કેસમાં રોકી દીધા છે તેમ છતાં આર્યનને જામીન મળ્યા નથી.
કોર્ટમાં માત્ર દલીલો થઈ રહી છે અને જજ દ્વારા તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે.ત્યારે હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જેલના અધિકારીઓ હાલમાં આર્યનની તબિયતને લઈને ચિંતામાં છે ઉલ્લેખનીય છે કે આર્યનના જેલમાં ગયા પછી ગૌરી ખાને ઘરેથી જમવાનું મોકલાવ્યું હતું પરતું આર્થર રોડ જેલમાં બહારથી જમવાનું લાવવાની પરવાનગી ન હોવાથી જમવાનું પાછું લઈ જવું પડ્યું હતું.
જે બાદ આર્યન જેલમાં માત્ર બિસ્કીટ ખાઈને દિવસો પસાર કરી રહ્યો છે. તે ન તો જેલનું ખાવાનું ખાઈ રહ્યો છે ન તો બાથરૂમ નો ઉપયોગ કરી રહ્યો છે જો કે જેલના અધિકારીઓ તેને સમજાવી રહ્યા છે કે તેને આ રીતે ન કરવું જોઈએ પરતું જેલમાં રહીને પાંચ દિવસ થવા છતાં આર્યન હજુ સુધી નહાયો પણ નથી.
જો કે તમને જણાવી દઈએ કે હાલમાં આર્યનને આર્થર રોડની જેલના જે સેલમાં રાખવામાં આવ્યો છે ત્યાં તેની સાથે માત્ર ચાર પાંચ લોકો જ હતા પરતું જો હવે પણ તેને જામીન ન મળી તો તેને બીજા સેલમાં લઈ જવામાં આવશે જ્યાં વધારે કેદીઓ સાથે તેને રહેવું પડશે એવામાં જો આર્યન આ રીતે વર્તન કરશે તો તેની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
નોંધ: અહિયાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટના આધારે લેવામાં આવે છે અમારું ન્યુજ ગ્રૂપ ક્યારેય ઇચ્છતું નથી કે અમારા દ્વારા કોઈને પણ માનહાનિ થાય અમે ક્યારેય કોઈ સ્ત્રોત વગર કામ કરતાં નથી આથી ધ્યાન રાખવું અને કોઈને અમારી આ માહિતી પર શંકા હોય તો કમેંટ અને ઇનબોક્સ દ્વારા જણાવી શકે છે અમે જરૂર તમારા અભિપ્રાયને માન આપીશું.