ગઇકાલે આર્યનના જામીન અંગે કોર્ટમાં સુનવણી હતી પરતું કોર્ટમાં દલીલો લાંબી ચાલવાને કારણે કેસમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો જે બાદ કેસ માટે આજની તારીખ આપવામાં આવી હતી ત્યારે આ કેસમાં આર્યનને બચાવવા વકીલો પણ દલીલ કરી રહ્યા છે કે આર્યન પાસેથી કઈ મળ્યું નથી અધિકારીઓ વોટસએપ મેસેજમાંથી લિંક મળ્યાની ખોટી વાતો કરી રહ્યા છે.
આ દલીલોને આજ સુધી ચૂપચાપ સહન કરી રહેલા અધિકારીઓએ આજે કાર્યવાહી દરમિયાન કોર્ટમાં જ દલીલોનો જવાબ આપ્યો છે અધિકારીઓએ વોટસએપ મેસેજની દલીલનો જવાબ આપતા જણાવ્યું કે તેમને મીનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને મેસેજમાંથી મળેલી લિંક આપી છે તેમની સાથે વાત કરીને એ વ્યક્તિને પકડવાની અને શોધવાની કોશિશ કરી રહ્યા છીએ.
જેની પાસે આ બધી વસ્તુ ખરીદવાની હતી અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે ભલે મેસેજમાં એક લાઈન જ હોય પરતું એ લાઈનમાં શું ખરીદવાનું હતું અથવા શેની વાત ચાલી રહી હતી તે સમજાય જાય છે અને જયારે વસ્તુ આટલા મોટા પ્રમાણમાં માંગવામાં આવી રહી હતી તો સ્વાભાવિક છે કે બીજા લોકોને પણ આપવાના હશે.
આ જવાબ સાથે જ અધિકારીઓએ આર્યનને જામીન ન આપવા જણાવ્યું તેમનું કહેવું છે કે આર્યન એક જાણીતા અભિનેતાનો દિકરો છે તે આ કેસના સાક્ષીઓને ખરીદી શકે છે માટે એણે કસ્ટડીમાં રાખવો જરૂરી છે જો કે હવે જો આર્યનને જલ્દી જામીન ન મળ્યા તો તેને બીજા કેદીઓની જેમ જ જેલમાં થોડાક દિવસ પસાર કરવા પડશે.