ખુલ્લેઆમ દિકરીઓની છેડતી કરતા નરાધમો ને નથી કાયદાનો ડર, સીસીટીવી ફૂટેજ આવી સામે...

ખુલ્લેઆમ દિકરીઓની છેડતી કરતા નરાધમો ને નથી કાયદાનો ડર, સીસીટીવી ફૂટેજ આવી સામે…

Breaking

સોશિયલ મીડિયા પરથી અવનવા બનાવો ના વિડીઓ સામે આવતા રહે છે સરકાર સ્ત્રી સશક્તિકરણ અને મહીલા સુરક્ષા ના દાવા તો કરે છે પરંતુ આ વચ્ચે પણ ઘણા એવા બનાવો સામે આવે છે જે જોતા નરાધમો ને કાયદાનો કોઈ ડર નથી તેવું જણાઈ આવે છે મહીલાઓ અને બહેન.

દિકરીઓની છેડતી કરતા લુખ્ખાઓ બેફામ બની રહ્યા છે તાજેતરમાં એક સીસીટીવી કેમેરા ફુટેજ સામે આવી છે ટુડે ટ્રેન્ડ ઓફીસીયલ નામની યુ ટ્યુબ ચેનલ પરથી આ વિડીઓ ને અપલોડ કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના મોરબી થી સામે આવી છે મોરબી માં આવેલ.

સુપરમાર્કેટ માં દિકરીઓ અને મહીલાઓ જતી જોવા મળે છે તો‌ કેટલાક અસામાજીક તત્વો બહેન દિકરીઓ ની છેડતી કરતા જોવા મળે છે દીકરીની છેડતી કરતા લુખ્ખાઓને કોઈપણ જાતનો ડર જોવા મળતો નથી અભ્યાસ કરતી ત્રણ દીકરીઓ જઈ રહી છે આ દરમિયાન એક યુવક જમીન પર બેઠેલો છે.

અને પોતાનો પગ દીકરીના પગમાં ફસાવી અને છેડતી કરી રહ્યો છે આ દરમિયાન તેનો સાથ આપવા માટે બે થી ત્રણ યુવકો પણ ઉભેલા જોવા મળે છે દીકરીઓની સાથે આ નરાધમો શાબ્દિક રીતે પણ મસ્તી મજાક કરતા જોવા મળે છે આ ઘટના સામે આવતા લોકોમાં ગુસ્સો ફાટી નિકળ્યો છે.

આવા સામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા અને મહીલા સુરક્ષા માં વધારો કરીને આવા તત્વો ને કડક સજા આપવામાં આવે એવી લોકો માગં કરી રહ્યા છે જ્યારે દેશમાં નારી શક્તિ ને પુજનીય કહેવામાં આવે છે ત્યારે એવા પણ નરાધમો છે જે બહેન દિકરીઓ ની જાહેર માં છેડતી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *