અત્યારે ગુજરાતમાં નાની નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી કંઈક એવી જ ઘટના હાલમાં અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે શહેરમાં એક હવશખોરે માત્ર 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું છે ઘટના સામેં આવતા જ શહેરમાં હાહો મચી ગઈ છે જેને લઈને લોકોમાં પણ આરોપી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના જીઆઈડીસી વટવા વિસ્તરમા રહેતા એક 28 વર્ષના યુવકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે યુવકના જણવ્યા મુજબ પાડોશમાં રહેતા યુવકે મોબાઈલ ફોન રમવાની લાલચ આપીને તેમની 5 વર્ષની બાળકીને બાજુના ઘરમાં બોલાવી હતી ત્યારે ઘરની અંદર બાળકીનો રડવાનો અવાજ સાંભળીને.
માતા દોડી આવી હતી અને ઘર ખોલાવતાં અંદરથી બાળકી રડતા દોડી આવી હતી ત્યારે બાળકીએ બધું માતાને રડતા રડતા જણાવ્યું તેના બાદ બાળકીને ગુપ્ત ભાગમાં બળતરા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા આ બધાની જાણ પતિને કરતા તેણે નજીકના વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી નરાધમ આરોપી.
સામે દુષ્કર્મ કર્યાનો અને પોસ્કો હેઠળ ફરિયાદ નોધાવી છે ઘટના બન્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અત્યારે આ મામલે વટવા પોલીસે મેડિકલ રિપોર્ટ કરીને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી છે પરિવાર વાળા પણ આરોપીને આકરી સજાની માંગ કરી રહ્યા છે.