Cli
anokhi aushadi find kari final

કચ્છના આ શિક્ષકે શોધી કાઢી અનોખી ઔષધી જેને ખાવાથી આંખોના નંબર થઈ જાય છે દૂર…

Story

આ જગતમાં દરેક માનવી માનવસેવા માટે કાર્યરત રહે છે. દરેક વ્યક્તિ પોતાના અંગત જીવનમાંથી બીજાની સેવા માટે અવશ્ય સમય ફાળવે છે. આજના સમયમાં જ્યારે બાળકોમાં મોબાઈલનું વ્યસન વધ્યું છે આ કારણે બાળકોમાં આંખની સમસ્યા પણ વધી છે, જેથી હાલમાં જ ગુજરાતના એક શિક્ષક દંપતી અનોખા મિશન પર છે. એક એવી ઔષધીનું વિતરણ કરી રહ્યા છે, જેના દ્વારા અનેક બાળકોની આંખના નંબર દૂર થઈ રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના નવાગામના વતની અને હાલમાં કચ્છમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતભાઇ મકવાણાએ આઠ વર્ષ પહેલા શરૂ કરેલ ડોડી યાત્રા અનેક બાળકો માટે આશીર્વાદ રૂપ બની છે. ડોડી નામની ખાસ ઔષધિ બાળકોના આંખના નંબર દૂર કરવામાં ફાયદાકારક નીવડે છે.

આ ખાસ ઔષધિ વિશે જાણીએ તો ડોડી વનસ્પતિને લોકો જીવંતી અને ખરખોડી નામથી ઓણ ઓળખે છે તેમજ આ વનસ્પતિ સીમ વિસ્તારમાં વાડી, ખેતરની વાડ પર આ વનસ્પતિના વેલા જોવા મળે છે. આજના સમયમાં જ્યારે લોકો આંખના નંબર ઉતારવા માટે સારવાર કરાવે છે, ત્યારવા આ ઔષધિ બાળકોથી લઈને કોઈપણ ઉંમરના લોકોને આંખના ચશ્માંના નંબર સહિતની શરીરમાં થતી અન્ય બીમારીઓમાં પણ ખૂબ ગુણકારી ઔષધી છે. ડોડીના પાન અને ફળની ભાજી બનાવી, ચૂર્ણ બનાવી કે કાચી પણ ખાઈ શકાય છે.

આ દંપતીએ આ ડોડીને અમૃત સમાન ગણીને ડોડીને ઘર ઘર પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. કહેવાય છેને કે લગ્ન બાદ પત્ની એ પતિની પડછાઈ બનીને રહે છે. ભરતભાઈના પત્ની જાગૃતિ બેન પણ શિક્ષિકા છે. જંગલમાંથી ડોડી સાથે વિવિધ વનસ્પતિઓનાં બીજ એકઠાં કરીને જે-તે શાળાઓમાં તેમજ કચેરીઓમાં કુરિયર કે રૂબરૂ પહોંચાડતું હતું.

ભરતભાઈ મકવાણા કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના બેરાજામાં કોઓર્ડીનેટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમના પત્ની જાગૃતિબેન ભાવનગર જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભૂગોળ વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ બંને દંપતી નિઃસ્વાર્થપણે અત્યાર સુધીમાં ગુજરાતની 5,000થી વધુ શાળા અને કોલેજો સુધી ડોડી ઔષધિનું વિતરણ કર્યું છે.

સૌથી ખાસ વાત એ છે કે અમૃત દંપતીએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 દિવસની એકસાથે રજા મૂકીને આ અનોખા અભિયાનની સુવાસ ગુજરાતભરની શાળા, કોલેજોમાં પહોંચાડી છે તેમજ ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ પર એક જ દિવસમાં 11 લાખ બીજના વિતરણ કરવાના લક્ષ્યાંક સામે 16.73 લાખથી વધુ ડોડીનાં બીજનું વિતરણ કર્યું હતું, ખરેખર આ કાર્ય ખૂબ જ સરહાનિય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *