Cli
know this about weight loss

આ 3 સિમ્પલ નિયમો તમારું મહિને 4 કિલો વજન ઉતારશે, હવે વજન ઉતારવા ભાવતું ભોજન નહીં છોડવું પડે…

Life Style

આજના ભાગદોડવાળાં જીવનમાં ભોજનશૈલી સાથે જીવનશૈલીમાં પણ ઘણા બદલાવ આવ્યા છે જેને કારણે વજન વધવાની સમસ્યાઓમાં વધારો થયો છે ઘરમાં નોકરની સુવિધા, જંકફૂડ તેમજ લાંબો સમય બેસી રહેવું પડે તેવી નોકરીને કારણે લોકોનું વજન ઘણું વધતું જતું હોય છે. આ વજન ઉતારવા લોકો ઘણા પ્રયત્ન પણ કરતા હોય છે. કોઈ જીમ જતું હોય છે, કોઈ જમવાનું છોડી દેતા હોય છે. છતાં પણ ધાર્યા પરિણામ મળતાં નથી ઉલટું આ પ્રયોગોને કારણે કેટલાક લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડતી હોય છે.

તમે કહેશો કે આ બધું તો થાય જ છે પણ આને અટકાવવાના અને વજન ઓછું કોઈ ઉપાય ખરા? તો તમારો જવાબ આજના આ લેખમાં તમને મળી જશે.જેમાં અમે તમને વજન ઘટાડવા અંગે કેટલીક મહત્વની વાતો જણાવીશું સૌથી પહેલા તો વાત કરીએ કે, વજન ઘટાડવા માટે ખાવાનું છોડી દેવું એ કોઈ ઉપાય નથી.તેનાથી સ્વાસ્થ્ય પર અસર થશે જ પરંતુ તમે તમારા ખોરાકમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો જે વજન નિયંત્રણ મદદરૂપ બંને છે.

જેવી કે રોજની ૫ પલાળેલી બદામ, ૨ અખરોટ અને થોડા ફળો સાથે જ દૂધ અને ગળી વસ્તુઓથી દૂર રહો કારણ કે તેનાથી હોર્મોનલ બદલાવ આવી શકે છે હવે આવી કસરતની વાત તો ક્યારેક અમુક લોકો રોજ ચાલવા જતા હોય છતાં તેમના વજનમાં ફરક નથી પડતો એનું કારણ કે, જે વ્યક્તિ સામાન્ય રીતે થોડુંઘણું રોજ ચાલતો હોય તો તેનું શરીર તે વાતથી ટેવાય જાય અને માત્ર ચાલવા થી વજનમાં અસર ન દેખાય.

આ માટે જીમમાં કે ઘરે યોગ, ડાન્સ, કે અન્ય તમને ગમે તે કસરત કરતા રહેવું પરંતુ શરીરને હલનચલન આપવું જરૂરી છે અંતે તમને થશે કે જાડા હોવું એ સમસ્યા અને પાતળા હોવું એ પણ સમસ્યા? તો જણાવી દઈએ કે જાડા પાતળા હોવું એ સમસ્યા નથી. તમારી અંદર શક્તિ કેટલી છે, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે કે નહિ તે જોવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *