આજે દેશમાં દરેક વ્યક્તિ બેંક એકાઉન્ટ ધરાવે છે. બેંક એકાઉન્ટ ઘણા પ્રકારના હોય છે. તેમાંથી એક છે સેવિંગ એકાઉન્ટ. આ તે એકાઉન્ટ છે, જે સૌથી વધારે ઓપન કરવામાં આવે છે. સેવિંગ એકાઉન્ટમાં સામાન્ય રીતે લોકો તેમની બચતના રૂપિયા રાખે છે. તમે જેટલા ઈચ્છો, તેટલા સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો. આટલું જ નહીં સેવિંગ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવાની પણ કોઈ મર્યાદા નથી. એટલે કે, તમે સેવિંગ એકાઉન્ટમાં જેટલા ઈચ્છો તેટલા રૂપિયા જમા કરી શકો છો. બચત ખાતામાં રૂપિયા જમા કરવા પર ઈનકમ ટેકસ કે બેંકિંગ રેગુલેશન્સમાં કોઈ મર્યાદા નિર્ધારિત નથી.
હાં, એટલું જરૂર છે કે, જો તમે એક નાણાકીય વર્ષમાં તમારા સેવિંગ એકાઉન્ટમાં 10 લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવો છો, તો તેની જાણકારી બેંક ઈનકમ ટેક્સ વિભાગને આપશે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 285BA મુજબ, બેંકો માટે તે જાણકારી આપવી અનિવાર્ય કરવામાં આવી છે. સેવિંગ એકાઉન્ટમાં રાખેલા રૂપિયાને તમે આઈટીઆઈની જાણકારીમાં સામેન નહીં કરો, તો ઈનકમ ટેક્સ વિભાગ તમને નોટિસ આપી શકે છે.
આઈટીઆર ફાઈલ કરતા સમયે ટેક્સપેયર્સે તેના સેવિંગ એકાઉન્ટમાં જમા રકમની જાણકારી આપવી જોઈએ. તમારા સેવિંગ એકાઉન્ટમાં ડિપઝીટથી જે વ્યાજ મળે છે, તે તમારી આવકમાં જોડવામાં આવે છે અને વ્યાજ પર ઈનકમ ટેક્સ લેવામાં આવે છે. બેંક 10 ટકા TDS વ્યાજ પર કાપે છે. સેવિંગ ખાતામાંથી મળેવા વ્યાજ પર પણ ટેક્સ કપાતનો લાભ આપવામાં આવે છે. આવકવેરા અધિનિયમની કલમ 80TTA મુજબ, તમામ વ્યક્તિઓને 10,000 રૂપિયા સુધીની કર મુક્તિ મળી શકે છે.
સેવિંગ એકાઉન્ટમાં રાખેલા રૂપિયાથી વ્યાજ 10,000 રૂપિયાથી ઓછું હશે, તો ટેક્સ નહીં ચૂકવવો પડે. 60 વર્ષથી વધારે ઉંમરના એકાઉન્ટ ધારકને 50 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ નહીં આપવો પડે. પરંતુ જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક સેવિંગ એકાઉન્ટમાંથી વ્યાજ મળ્યા બાદ એટલીં નથી થથી કે, તેના પર જો તેની પાસે કર જવાબદારી હોય, તો તે ફોર્મ 15G સબમિટ કરીને બેંક દ્વારા કાપવામાં આવેલ ટીડીએસનું રિફંડ મેળવી શકે છે.