અમરેલી: સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂત રવી પાકનું વાવેતર કરે છે અને સારું ઉત્પાદન મેળવે છે. અમરેલી જીલ્લામાં રવિ પાકમાં ઘઉં, ચણા, ડુંગળી,બાજરો,જીરું,અજમાંનું વાવેતર કરવામાં આવ્યું છે.અમરેલી જિલ્લામાં ઘઉં વાવેતર પણ મોટા પ્રમાણમાં થયા છે. ખાસ ઘઉંમાં લોકવનની સુધારેલી જાતનું વાવેતર કરેલ છે. ઘઉંના પાકમાં 16 વાર પાણી પાવામાં આવે છે. જ્યારે આખરે ઘઉં તૈયાર થયા છે. ઘઉંના પાકમાં વાવણી, રોગ નિયંત્રણ, કાપણી ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.
ઘઉંના પાકમાં નીંદણ નિયંત્રણ ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. જો નિંદામણનું નિયંત્રણ ન કરવામાં આવે તો ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ રહે છે, કારણ કે ખેડૂતો દ્વારા ઘઉંના પાકને સમય અંતરે દવા, ખાતર અને પાણી આપવામાં આવે છે, તો નિંદામણ નિયંત્રણ ન કરેલું હોય તો દવા, ખાતર અને પાણીમાં નિંદામણ પણ પાકની સાથે પોતાનો ભાગ ભજવે છે, જેથી એકંદરે ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવે છે.
ગુજરાતની પરિસ્થિતિમાં પિયત ઘઉંમ નીંદણ નિયંત્રણ માટે 2,4-ડી સોડિયમ સોલ્ટ હેકટરે 0.96 કિ.ગ્રા. મુજબ ઘઉંના વાવેતર બાદ 30 થી 35 દિવસે છાંટવું જોઇએ. આ શક્ય ન હોય તો હાથથી બે વખત નીંદામણ કરી પાકને નીંદણમુક્ત રાખવો જોઈએ. જે વિસ્તારના પાક સરક્ષણમાં લેવાતા પગલાંનું યોગ્ય માર્ગદર્શન મેળવી અને દવા, ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે.