Cli
qr code complain box

બગીચામાં ગંદકી દેખાય તો હવે QR કોડ થી થઈ જશે ફરિયાદ , AMCએ લીધો આ મહત્વનો નિર્ણય…

Breaking
  • અમદાવાદના 290 જેટલા બગીચાઓના રખરખાવ માટે QR કોડ લગાવાશે 
  • બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી કરી શકશે સીધી ફરિયાદ 
  • વ્યવસ્થા, સુવિધા, સ્વચ્છતા અને સલામતીને લઇ ફરિયાદ કરી શકશે નાગરિકો 
  • QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ AMCને દાખલ કરી શકાશે 
  • મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં QR કોડ સાથે યોજનાની શરૂઆત 
  • આગામી દિવસોમાં તમામ 290 ગાર્ડનમાં લગાવાશે QR કોડ 

Ahmedabad News : અમદાવાદના 290 જેટલા બગીચાઓના રખરખાવ માટે AMC દ્વારા એક નવો અભગમ શરૂ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવે થી અમદાવાદ શહેરના બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી સીધી AMC ફરિયાદ કરી શકશે. જેને લઈ હાલમાં મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં QR કોડ સાથે યોજનાની શરૂઆત થઈ છે. જે બાદમાં આગામી સમયમાં અમદાવાદના 290 જેટલા ગાર્ડનમાં QR કોડ લાગશે.

અમદાવાદના 290 જેટલા બગીચાઓના રખરખાવ માટે QR કોડ લગાવાશે. જેથી હવે બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી સીધી ફરિયાદ કરી શકશે. આ સાથે વ્યવસ્થા, સુવિધા, સ્વચ્છતા અને સલામતીને લઇ નાગરિકો ફરિયાદ કરી શકશે. જે માટે QR કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ AMCને દાખલ કરી શકાશે. મહત્વની છે કે, હાલ તો મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં QR કોડ સાથે યોજનાની શરૂઆત થઈ છે. જે બાદમાં હવે આગમી દિવસોએ અન્ય બગીચામાં પણ આ યોજના શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *