Cli
know about jyoti varma life

માં બાપ નથી તો આવી પડી ત્રણે ભાઈ-બહેનની જવાબદારી ! એવું તો શું કરું કે ભણી-ગણી બને મોટા ઓફિસર..

Story

શું તમે પણ નાની નાની વાતોમાં માતા પિતાને ફરિયાદ કરો છો? શું તમને પણ એવું લાગી રહ્યું છે કે તમારા માં બાપે તમારા માટે કઈ જ નથી કર્યું? શું તમે પણ એવું વિચારી રહ્યા છો કે, તમે તમારા માતાપિતા વિના ખુશ રહી શકો છો?

આજના યુગમાં ઘણા એવા બાળકો કે યુવાનો છે જેને પોતાના માતાપિતા પાસે ફરિયાદ રહેતી હોય છે. ક્યારેક મોબાઈલ ન અપાવવા માટે તો ક્યારેક પૈસા ન આપવા માટે. ઘણા લોકો પોતાની જીદ પૂરી ન થતા આત્મહત્યા પણ કરી લેતા હોય છે. પરંતુ મને,તમને કે વારંવાર નાની નાની વાતો ફરિયાદ કરનાર આ બાળકોને એ વાત સમજાતી નથી કે જે દુનિયામાં કેટલાય એવા લોકો છે જે તેમના જેવી જિંદગી જીવવા માટે, માતાપિતા ના પ્રેમને મેળવવા માટે તરસી રહ્યા હોય છે.

આજના આ લેખમાં અમે તમને એવી કહાની જણાવીશું જે વાંચ્યા બાદ તમે ક્યારેય પણ તમારા માતાપિતા વિશે ખોટું વિચારવાનો વિચાર પણ નહિ કરી શકો.

આ કહાની છે મૂળ શિર્ડીની રહેવાસી જ્યોતિ વર્મા નામની ૧૮ વર્ષીય યુવતીની. જ્યોતિ તેના માતા પિતા અને ભાઈ બહેન સાથે શિર્ડી રહેતી હતી.કુલ ચાર ભાઈ બહેન માં તે સૌથી હતી. તે અને તેના બે ભાઈ અને તેની નાની બહેન બધા જ ભણવામાં ખુબ જ હોશિયાર હતાં. બધા સુખેથી જીવી રહ્યા હતા.પરંતુ કદાચ એમના આ સુખને કોઈની નજર લાગી ગઈ. જ્યોતિ હજુ ૮માં ધોરણમાં હશે ત્યા જ તેના મમ્મી એ જીવન ટુંકાવી લીધું. બાળકો માં વિનાના થઈ ગયા. જો કે તેમ છતાં પરિવાર
સાથે રહીને જીવન પસાર કરી રહ્યો હતો. પણ કદાચ કુદરતને આ વાત ગમી નહીં હોય. એણે જ્યોતિ અને તેના ભાઈ બહેન પાસેથી પિતાની છાયા પણ છીનવી લીધી.જ્યોતિના પિતાને ડાયાબિટીસ હતી. જેને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. જે બાદ કોઈ આશરો ન બચતા તે ભાઈ બહેનને લઈ બીજા શહેર આવી ગઈ. અહી તેને તૂટેલું ઘર ભાડે લીધું અને સિલાઈકામ કરી મહિને ૫૦૦૦ ની કમાણી કરવા લાગી.જ્યોતિએ ભાઈઓને ભણાવવા પોતાનું ભણતર છોડી દીધું અને ભાઈઓ માટે સંઘર્ષ કરવા લાગી. પણ કહેવાય છે ને ઉપરવાળો પરીક્ષા લે છે તો મદદ માટે કોઈને કોઈ વ્યક્તિને જરૂર તમારી પાસે મોકલી આપે છે. જ્યોતિ સાથે પણ આવું જ કઈ થયું . કોઈ રીતે તેણે હેલ્પ ડ્રાઇવ ફાઉન્ડેશન અંગે જાણ થતા થઈ. જે બાદ તેને સંસ્થામાં ફોન કરતા જ તરૂણ મિશ્રા તેની મદદે આવી પહોંચ્યા.

તરુણ મિશ્રાએ હાલમાં જ્યોતિના ભાઈ બહેનોને સુરતની વાત્સલય ધામ સેવા સંસ્થામાં એડમિશન અપાવી દીધું છે. જણાવી દઇએ કે આ સંસ્થા ગરીબ બાળકોને ફ્રીમાં શિક્ષિત કરવાનું કામ કરે છે.સાથે જ તેમને જ્યોતિ માટે સિલાઈ મશીનની વ્યવસ્થા કરી આપી છે જેથી તેને વધારે કામ મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *