ભારતમાં પ્રેમ સંબંધોને લઈને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ઘણા કિસ્સાઓ ખૂબ જ અનોખા હોય છે ઘણા લોકો નાત જાત બહાર લગ્ન કરે છે તો ઘણા લોકો વિદેશી યુવક સાથે લગ્ન કરે છે પરંતુ અહીંયા કિસ્સો કંઈક અલગ જ છે મુસ્લિમ યુવકે એક કિન્નર સાથે રાજી ખુશીથી મંદિરમાં લગ્ન કર્યા હતા.
મુસ્લિમ યુવકના પરિવારજનો આ સંબંધથી ખૂબ જ નારાજ હતા પરંતુ યુવક કિન્નરને દિલો જાનથી મોહબ્બત કરતો હતો તેને તે છોડવા માગતો ન હતો સમગ્ર ઘટના મધ્યપ્રદેશ ના ઈન્દોર માંથી સામે આવી છે જુનૈદ ખાન નામના વ્યક્તિ ને જયા પરમાર નામની ટ્રાસઝેન્ડર સાથે પ્રેમ થયો હતો.
જયા પરમાર બદલાવ સમિતી નામના એક એનજીઓ માં કામ કરતી હતી એક સામાજિક કાર્યકર્તા હતી અને તેની કામગીરીથી પ્રભાવિત થઈને જુનેદખાનને તેની સાથે લગાવ થયો હતો અને તે લગાવ પ્રેમમા પરીવર્તીત થયો જુનૈદ ખાને પોતાના પરીવાર ને લગ્ન ની વાત કરતા જુનૈદ ખાનને.
ઘર થી કાઢી મુકવામાં આવ્યો હતો અને પરીવાર જનોએ આ લગ્ન ની ચોખ્ખી ના પાડી હતી પરંતુ જુનૈદ ખાને વિસ્તારમાં આવેલા હનુમાન મંદીરમાં પહોંચી ને સામાજીક સંગઠન નો ની હાજરીમાં જયા પરમાર ને અપનાવી ને હિન્દુ રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા આ દરમિયાન.
જુનેદખાને જણાવ્યું હતું કે હું મારા પરિવારને મનાવી લઈશ શરુઆત માં આ પ્રકારના લગ્ન થી કોઈ પરીવાર રાજી ના હોઈ શકે પરંતુ હું જયા ને હંમેશા ખુશ રાખવા માગુ છુ જયા એ પણ જણાવ્યું હતું કે પણ જુનેદ નો પરિવાર મને સ્વીકારશે ત્યારે તે હોય તેમના માતાપિતા ની હું આજીવન સેવા કરીશ.
એલજીબીટી સમુદાય હીતમા કાર્યરત સગંઠન ના પ્રભારી રોહીત ગુપ્તાએ આ લગ્ન પર જણાવ્યું હતું કે જયા પરમાર અગાઉ કિન્નર સ્થાનીક શીબીરો સાથે જોડાયેલી હતી ખુબ સેવાકીય પ્રવૃતિઓ કરતી હતી પરંતુ હવે તે પોતાના લગ્ન કરીને ખુશ છે અને તેના લગ્ન પર અમે આશીવાદ આપીએ છીએ.