Cli

લોકોને મોટિવેશન કરતો મોટિવેશન સ્પીકર બન્યો સફેદ પાવડરનો સપ્લાયર, સફેદ પાવડરની શરૂ કરી હેરાફેરી…

Ajab-Gajab Breaking

અત્યારના જમાનામાં ઘણા યુવાનો શોર્ટકટમાં પૈસા કમાવવાના કીમિયા ગોતતા હોય છે અને તેના લીધે જ એમની જિંદગી દાવ પર લાગી જાય છે એવું જ કંઈક આ યુવક સાથે થયુંછે આ ઘટના અમદાવાદ શહેરની છે અમદાવાદ પોલીસે હાલમાં એક યુવકની સફેદ પાવડર સપ્લાય કરવાના મામલે ધરપકડ કરી છે.

પુછતાજમાં જાણવા મળ્યુંકે આ યુવક તો એક મોટીવેશન સ્પીકર છે યુવકની પુછતાજમાં જાણવા મળ્યું કે પિતાને ગંભીર બીમારી હતી અને તેના બહાને આ પગલું ભર્યું હકીકતમાં પકડાયેલ યુવકની ઉંમર 23 વર્ષ છે અને તેનું નામ ગણપતભાઈ ઝાલારામ બિશ્નોઇ છે જેઓ રાજસ્થાનના બાડમેરના રહેવાશી છે.

હકીકતમાં કાલુપુર પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે રાજસ્થાનથી એક યુવક સફેદ પાવડર લઈને આવી રહ્યો છે ત્યારે પોલીસે શંકાસ્પદ યુવકની તપાસ કરતા તેની જોડેથી 8 લાખ ઉપરની કિંમતનો સફેદ પાવડર મળી આવ્યો હતો પોલીસની પુછતાજમાં યુવક પાસેથી જાણવા મળ્યું કે યુવક એક મોટિવેશન સ્પીકર છે.

પિતા બિમાર છે તેના બહાને સફેદ પાવડર સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે તેને રાજસ્થાનથી ગુજરાત આવવા માટે એક ટીપના 6 હજાર રૂપિયા મળતા હતા અને તેણે જણાવ્યું કે તેની આ બીજી ટીપ હતી હવે આ મામલે પોલિસે વધુ ચક્રો ગતિમાન કર્યા છે યુવકની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *