બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ના લગ્ન 23 જાન્યુઆરી 2023 ના રોજ સુનીલ શેટ્ટી ના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસ માં ધામધૂમથી યોજવામાં આવ્યા હતા 100 નજીકના સગા સંબંધીઓ ની હાજરીમાં આ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
બંને હવે પતિ પત્ની ના પવિત્ર બંધનોમાં બંધાઈ ગયા છે લગ્નના થોડા જ કલાકોમાં અથીયા શેટ્ટી એ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જે તસવીરો માં દુલ્હન ના લુક મા અથીયા શેટ્ટી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી જે તસવીરો પર લોકોએ એમને સુખી લગ્નજીવન ની ખુબ શુભેચ્છાઓ પાઠવી.
પોતાના લગ્ન બાદ અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ મિડીયા અને પેપરાજીની સામે પણ આવ્યા અને આ કપલે શાનદાર અંદાજમાં એક બીજા ની બાહોમાં પોઝ આપ્યા બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી બંને ની આ સુંદર તસવીરો પર લોકોનું ધ્યાન અથીયા શેટ્ટી ના હાથમાં રહેલી વીંટી.
પર અટકાયેલુ હતું મિડીયા રીપોર્ટ અનુસાર આ વીંટી ખુબ મોંઘીદાટ માનવામાં આવે છે જે રત્ન ની કિંમત આતંરરાષ્ટ્રીય બજારમાં 4 કરોડથી પણ વધારે આકંવામા આવે છે અથીયા શેટ્ટી ના લગ્ન પર સુનીલ શેટ્ટી એ દિકરીને આ વીંટી ભેટ આપી હોય તેવું જાણવા મળ્યું હતું સુનીલ શેટ્ટી એ મિડીયા સામે જણાવ્યું હતુ કે આઈપીએલની સીરીઝ પુરી થતાં.
કે એલ રાહુલ અને અથીયા શેટ્ટી ની લગ્ન ની પાર્ટીનુ આયોજન કરવામાં આવશે જેમાં તમામ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સામેલ થઈ શકે જેમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અને સેલેબ્સ ને પણ આમંત્રણ આપવામાં આવશે તેમને જણાવ્યું હતુ કે તેઓ કે એલ રાહુલ ને પોતાનો જમાઈ નહીં પણ દિકરો માને છે તેઓ આ લગ્ન માં ધોતી કુર્તા માં જોવા મળ્યા હતા.