હાલમાં સાળંગપુર હનુમાન મંદિરને લઈને ચાલી રહેલા વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.હાલમાં જ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.જેમના એકમાં હનુમાન સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતાં જોવા મળી રહ્યા છે.આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય એક ચિત્રમાં સહજાનંદ ભગવાન આસન પર બેઠા છે અને હનુમાન હાથ જોડી નીચે બેઠા છે તેવું દર્શાવવામાં આવ્યું છે.
હાલમાંઆ બાબતે સોશિયલ મીડિયામાં અલગ-અલગ લોકો દ્વારા વિરોધ પણ દર્શાવવામાં આવી રહ્યો છે.હાલમાં લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આ અંગે માફી માંગવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે ત્યારે હાલમાં આ વિવાદ અંગે મોરારીબાપુનું એક મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે.
તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. તેમણે કહ્યું કેહનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય.
મોરારી બાપુએ જણાવ્યું કે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા દુનિયામાં અનેક પ્રકારના કપટ ચાલી રહ્યાં છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની વિશાળ સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે, તેની નીચે હનુમાનજી તેમના કોઈ મહાપુરૂષને પ્રણામ કરતા, સેવા કરતા દર્શાવ્યા છે. આ બધા હીન ધર્મ છે, કપટ છે. સમાજને જાગૃત થવાની જરૂર છે.
જણાવી દઇએ કે આ મામલે મોઘલધમના બાપુએ પણ વિરોધ દર્શાવતું નિવેદન આપ્યું હતું.તેમને નિવેદન આપતા કહ્યું કે તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને ૩૩કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી. સાથે જ તેમનેજણાવ્યું કે, હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામિનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી છે.