માતા ઉપર આખા પરિવારનો ભાર હોય છે તે દિવસ દરમિયાન લોકોનું ખાવાનું બનાવવાથી લઇને તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે અને એવામાં જો ઘરનો કમાવાવાળો માણસ જતો રહે તો માથા ઉપર ખૂબ જ ગંભીર પરિસ્થિતિ આવે છે તેવું જ કંઇક અહીં એક બેન સાથે થયું છે પરંતુ તેને પોપટભાઈ ફાઉન્ડેશનનો સાથ સહકાર મળતાં તેમને કેટલીક તકલીફોનો નાશ થયો છે ચાલો જાણીએ કઈ રીતે તેમની મદદ કરી.
તે મહિલા છોટા ઉદયપુરના છે તેમના બે બાળક છે જેમનું નામ પ્રિન્સ અને ભાવિક છે બે મહિના પહેલા તેમના પતિને ગભરામણ થતા તેમનું મૃત્યુ સર્જાયું હતું તે બે દિવસ થી બીમાર હતા તેઓ સવારે દવા લઈને તેમના દેશમાં ગયા હતા તે દિવસે રાતના ગભરામણ થતાં પાંચ મિનિટમાં તેમનું મૃત્યુ થયું હતું તે ગામમાં કોઈ ડોક્ટર નહોતા નાનકડું ગામ હોવાથી કોઈ પ્રકારની મેડિકલ સારવાર આપવામા આવી નહીં અને તેમનું મૃત્યુ થયું હવે તેમના પરિવારની હાલત ખુબ જ ગંભીર છે ત્યારે પોપટભાઈ ફાઉન્ડેશનની ટીમ તે મહિલાની મુલાકાત લેવા માટે આવી ત્યારે તે મહિલાએ કહ્યું કે પહેલા અમારું જીવન ખૂબ જ સારું હતું અમે અમારું ગુજરાન સરળતાથી ચલાવતા હતા પરંતુ હવે ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
અહીં હું નાના ભાઈ પાસે આવી છુ મારા પાસે કોઈ કામ નથી જો તમે મને સિલાઈ મશીન લઈ આપો તો મારુ ગુજરાન ચલાવી શકિશ અને મારા બે છોકરાઓ ને ભણતર માટે પણ હું થોડું કમાઈશ જેથી મારું ગુજરાત પણ ચાલે અને હું મારા છોકરાઓને પણ ભણાવી શકું ત્યારે પોપટભાઈ એ કહ્યું કે અમે તમને સિલાઈ મશીન લઇ આપીએ છીએ અને તે બહેનને લઈને દુકાને ગયા અને ત્યાં બહેને તેમની પસંદગીનું સિલાઈ મશીનની પસંદગી કરી ત્યારબાદ તેઓ ઘરે આવ્યા પોપટભાઈએ કહ્યું કે તમને આ મદદ મીનાબેન કમલેશભાઈ તરફથી કરવામાં આવી છે અને અમારું ફાઉન્ડેશન જરૂરીયાતમંદ વ્યક્તિની અને મહેનતુ લોકોની મદદ કરે છે તે મહિલાએ તેમનો ખૂબ જ આભાર માન્યો આમ પોપટભાઈ ફાઉન્ડેશન દરેક વ્યક્તિની મદદ કરવા માટે હંમેશા આગળ આવ્યો છે અને તે આ દ્વારા આપણે જોઈ શકીએ છીએ.