વર્ષોથી કહેવત છેકે કુંભના મેળામાં ખોવાયેલ મળી જ જાય છે અને આ ચમત્કારિક કહાની પણ કુંભ બાજુ આવેલ મહાકાલ નગરી ઉજૈનમાં બની છે વાત ઉત્તર પ્રદેશના કાસગંજના રહેવાસી શ્રી કૃષ્ણ કુમારની છે તેમના કહેવા મુજબ 5 મહિના પહેલા તેમનો માનસિક રીતે અશક્ત પુત્ર અચાનક ગુમ થઈ ગયો હતો.
એમણે પુત્રને બહુ ગોત્યો ફરિયાદ પણ નોંધાવી પરંતુ એમના પુત્રની ક્યાંય ભાળ ન મળી એમણે પુત્રને મળવાની આશા છોડી દીધી હતી પરંતુ એમણે ઉજ્જેન સ્થિત મહાકાલ જોડે માનતા રાખી કદાચ પુત્ર મળી જાય શ્રીકૃષ્ણ કુમાર 800 કિમી દૂર ઉજ્જૈનમાં આવ્યા અને મહાકાલ પાસે તેમના પુત્ર માટે માનતા રાખી પુત્ર મળી જાય તેવી.
પરંતુ સાચેજ પછી એક ચમત્કાર થયો વાતમાં કંઈક એવું થયું કે એમનો ખોવાયેલો પુત્ર મંદિર પરિસર પાસેના આશ્રમમાં બેઠેલો જોયો પહેલા તો શ્રીકૃષ્ણ કુમારને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો પછી તેઓ પુત્રને જોઈ ગળે લગાવી લીધા અને પિતા પુત્ર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા એમણે કહ્યુંકે આ ખરેખર.
મહાકાલનો ચમત્કાર છે એમનો પુત્ર ક્યાંય મળતો ન હતો પરંતુ મહાકાલ મંદિરમાં પગ મુક્ત એમનો પુત્ર ત્યાંથી જ મળી આવ્યો શ્રીકૃષ્ણ કુમારના સગા વ્હાલાએ જ એમને અહીં માનતા રાખવા કહ્યું હતું અને તેમનો ખોવાયેલ પુત્ર મળી ગયો પુત્ર મળતા શ્રી કૃષ્ણ કુમારના પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ છે.