ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયત ખાવડ આ દિવસોમાં ખૂબ જ વિવાદમાં ફસાયા છે તાજેતરમાં રાજકોટ સરેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા પર દેવાયત ખાવડ એ પોતાના સાગીરતો સાથે મળીને જાન લેવા હુમલો કર્યો હતો જેમાં લાકડી અને ધોકા વડે ફટકારતા ગંભીર રૂપે મયુર સિંહ રાણા ઘાયલ થયા હતા તેમને પોતાના.
આપેલા મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આજથી થોડો સમય પહેલા મારા મામા ના ઘેર ની સામે દેવાયત ખાવડે પોતાની ગાડી પાર્ક કરી હતી અમે પ્રેમથી હટાવવા જણાવ્યું તો તેને બં!ધુક તાકીને દાદાગીરી કરી અને ધમકી આપી કે પતાવી દઈશ ઘોબા પાડી નાખીશ તે દરમિયાન તે સોસાયટીમાં બહેન દીકરીઓને હેરાન કરતો છેડતી કરતો.
અને ન!શાની હાલતમાં આવીને આજુબાજુના લોકોને હેરાન કરતો હતો ને એના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી પરંતુ પોલીસે કોઈ પગલા પડ્યા નહોતા અને તેની ધરપકડ કરી નહીં એ પરિણામ હું આજે ભોગવી રહ્યો છું કે મેં કાયદા પર ભરોસો રાખીને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી હું કાયદાથી લડવા માગું છું.
દેવાયત ખાવડ એક લોક સાહિત્યકાર નહીં પરંતુ લોકોને ડરાવનાર છોકરીઓની છેડતી કરનાર નશાની હાલતમાં લોકોને હેરાન કરનાર છે તમે મારા મામા ના ઘેર નહીં પરંતુ તેની સોસાયટીમાં જઈને આજુબાજુના લોકોને પૂછપરછ કરો કે તે કેવો વ્યક્તિ છે અને સોસાયટીમાં તમામ લોકો પાસે થી એના વ્યક્તિત્વ વિશે જાણો એવી હું વિનંતી સાથે.
દેવાયત ખાવડ વિરુદ્ધ કાયદેસર કડક પગલાં ભરવામાં આવે તેને આકરી સજા આપવામાં આવે તેવી માંગ કરું છું આજે જે મારા પર હુમલો થયો છે તે બીજા લોકો પર પણ થઈ શકે છે મયુરસિંહ રાણા પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું આ દિવસોમાં દેવાયત ખાવડ પોતાના ઘર ને તાળા મારીને ફરાર થઈ ગયો છે પોલીસ તેને શોધવાનો પ્રયત્ન કરી રહી છે.
પરંતુ હજુ સુધી દેવાયત ખાવડનો કોઈ પતો લાગ્યો નથી પોલીસે તેના મૂળ વતનમાં જઈને પણ પૂછપરછ હાથ ધરી છે મયુર સિંહ રાણા ના સમર્થનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજકોટ કમિશનર ઓફિસમાં આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી છે પોલીસ આ વિશે શું પગલાં ભરે છે એ જોવું રહ્યું.