મિત્રો એ કોઈપણ વ્યક્તિની મહત્વની પૂંજી ગણતા હોય છે. ખરાબ મિત્રો તમને ખરાબ દિશા તરફ લઈ જાય છે તો સારા મિત્રોને કારણે જ તમને સફળતા પણ મળતી હોય છે. દુનિયામાં ઘણા એવા ઉદાહરણ છે તેમની સફળતા પાછળ તેમના મિત્રોનો હાથ છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જે તેમના મિત્રના કારણે સફળતાની સીડી પાર કરી રહ્યા છે આજના અમારા લેખમાં અમે એક એવા જ ગુજરાતી વ્યક્તિને વાત કરવાના છીએ જેઓ તેમના મિત્રના કારણે સફળ બન્યા છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ લોક ડાયરાના કિંગ કહી શકાય તેવા માયાભાઈ આહીર છે.
માયાભાઇના જોક્સ અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે એ તો તમે જાણતા જ હશો અને જો તમે તેમના જોક્સ સાંભળ્યા હશે તો તમે એ પણ જાણતા જ હશો કે, તેઓ પોતાના પ્રોગ્રામમાં દરેક જોક્સ ભુરાભાઈને સંબોધીને કહે છે. પરંતુ શું તમે એ જાણો છો કે આ ભુરાભાઈ કોણ છે? તમે કહેશો કે ભૂરો એ તો માત્ર એક કાલ્પનિક પાત્ર હશે. પરંતુ ના, માયાભાઈ નો ભૂરો એ કોઈ કાલ્પનિક પાત્ર નથી પરંતુ તેમના પોતાના જ મિત્ર છે.
ભુરાભાઈ માયાભાઈ આહિરના નાનપણના મિત્ર છે, સાથે જ તેમના ગામના ખેડૂત છે. આ ઉપરાંત તેઓ બોરડા ગામની ગ્રામપંચાયતમાં અનેકવાર ચૂંટાઈ ચૂક્યા છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન માયાભાઈ આહીર ભુરાભાઈ અંગે વાત કરતા જણાવ્યું કે, જે સમયે તેમની પાસે પૈસા ન હતા તે સમયે આ મિત્રો જ તેમના ખેતરમાં સીમ ખેડતા હતા.સાથે જ માયાભાઈ આહીર જણાવ્યું કે ભુરાભાઈને ખાવાનો તેમજ ખવડાવવાનો ખૂબ જ શોખ છે. તેઓ પોતાના વાડી પર શાક બનાવીને લોકોને જમવાનું આમંત્રણ પણ આપે છે. માયાભાઈ એ જણાવ્યું કે ભુરાભાઈ એક સમયમાં 58 લાડવા ખાઈ શકે છે. સાથે જ તમને ભુરાભાઈ અંગે વાત કરતા જણાવ્યું કે ભુરાભાઈ પોતે સ્વભાવના ખૂબ જ રમુજી વ્યક્તિ છે.
જો કે તમને જણાવી દઈએ કે ભુરાભાઈ હકીકતમાં સહેજ પણ તોતલા નથી, તેમનો અવાજ અને તેમની બોલી ગામડાની છે.માયાભાઈ લોકોના મનોરંજન માટે ભુરાભાઈ તોતળા હોવાનું કહે છે, જો કે ખાસ વાત એ છે કે ભુરાભાઈ ને આ વાતનું સહેજ પણ ખોટું લાગતું નથી. તેઓ ઘણીવાર મારા ભાઈના ડાયરામાં જાય છે અને પોતાના ઉપર બનતા જોક્સ સાંભળે છે. જોકે ભુરાભાઈ ની વાત કરીએ તો તેમની ઈચ્છા છે કે માયાભાઈ તમને ગાડીમાં બેસાડી મુંબઈ ફરવા લઈ જાય.