આજના મોડર્ન યુગમાં બોલીમાં ભલે અંગ્રેજી ભાષાનું મહત્વ વધ્યું હોય પરંતુ મનોરંજન ક્ષેત્રે તો આજે પણ આપણા ગુજરાતી લોક ડાયરા પ્રખ્યાત છે એ તો તમે જાણતા જ હશો. આજના ઘણા એવા ગુજરાતી કલાકારો છે જેમને લોક ડાયરાને વિદેશમાં પણ પ્રચલિત કરી દીધો છે. જેમાંથી એક કલાકાર છે માયાભાઈ આહીર.
ભાગ્યે જ ગુજરાતમાં કોઈ એવું વ્યક્તિ હશે જેને માયાભાઈનું નામ ન સાંભળ્યું હોય, બની શકે કે કોઈ તેમને ચહેરે થી ન ઓળખતા હોય પરંતુ તેમના જોક્સ તો વૃદ્ધ અને યુવાન દરેક માટે આજે ઑક્સિજન સમાન બની ગયા છે.ભાવનગરના કુંડવી ખાતે જન્મેલા માયાભાઈ આહિર ખૂબ જ ઓછો અભ્યાસ કર્યો છે, તે ખૂબ જ ગરીબ પરિસ્થતિ માથી સફળતા સુધી આવ્યા છે,તેમને વાંચવાનો શોખ છે આ તમામ બાબતો વિશે તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે ક્યારેય માયાભાઈ ના પરિવાર વિશે એમના દીકરા કે દીકરી વિશે જાણ્યું છે? દરેક વ્યક્તિ પોતાની પોતાના પરિવાર માટે સફળ થવા ઈચ્છતો હોય છે અને એ સફળતા પાછળ તેમના પરિવારનો ભોગ પણ હોય છે.
ઘણીવાર આપણે કોઈ કલાકાર ફીઝ વિશે કે તેની કાર વિશે ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ તેના પરિવારે શું ભોગ આપ્યો તે અંગે ભાગ્યે જ કોઈ જાણતું હોય છે. માયાભાઈ આહીરના કિસ્સામાં પણ આવું જ કંઈક છે. માયા ભાઈના જોક્સ તેમના ડાયરા કે તેમની ફી વિશે તો અનેકવાર ચર્ચા થાય છે પરંતુ આટલી સફળતા સુધી પહોંચવામાં તેમના પરિવાર એ શું ગુમાવ્યું છે તે અંગે ભાગ્ય ચર્ચા કરવામાં આવે છે.
હાલમાં થોડા સમય પહેલા જ માયાભાઈ આહીરના પરિવારનો એક ઇન્ટરવ્યૂ સામે આવ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં માયાભાઈ આહીરના દીકરા ભરતભાઈ, જયરાજભાઇ તેમજ તેમની દીકરી સોનલબેન પિતાની સફળતા માટે પોતે શું ગુમાવ્યું છે તે અંગે જાણકારી આપી હતી.
ભરતભાઈ એ પોતાના બાળપણ અંગે વાત કરતા જણાવ્યું કે તેમના પિતા માયાભાઈ આહીરની આર્થિક સ્થિતિ શરૂઆતમાં એટલી નબળી હતી કે તેઓ એક કાચા ઘરમાં રહેતા હતા, સાથે જ તમને જણાવ્યું કે તેમના પિતાએ જ્યારે પ્રોગ્રામ કરવાની શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે પિતા સાથે ખૂબ જ ઓછો સમય વિતાવવા મળ્યો છે. સોનલબેન પિતા અંગે વાત કરતા જણાવ્યું કે પિતા હંમેશા પોતાના પ્રોગ્રામને કારણે બહાર રહેતા હતા પરંતુ જ્યારે પણ તેઓ ઘરે આવતા તો પહેલા જ તેમને મળવા જતા હતા. ભરતભાઈ આહિરે જણાવ્યું કે જ્યારે પણ તેમના પિતા તેમની સાથે સમય વિતાવે છે ત્યારે પોતાના સંઘર્ષની વાતો કરીને તેમને હંમેશા જમીન સાથે જોડાયેલા રહેવાની સલાહ આપે છે.
સાથે જયરાજભાઇએ આ અંગે વાત કરતા જણાવ્યું કે તેમને નાનપણથી જ પોતાના પિતાને લોકોની સેવા કરતા તેમના પ્રશ્નોના ઉકેલ લાવતા જોયા છે. તમને નાનપણથી જ જોયું છે કે, તેમના આંગણે આવેલું કોઈ પણ ખાલી હાથે પાછું ફરતું નથી. આ જોઈને જ તેમને પણ લોકોની સેવા કરવાની ઈચ્છા થાય છે. જેને કારણે જ હાલમાં તેઓ રાજકારણમાં જોડાયેલા છે. જયરાજભાઇ હાલમાં તળાજામાં યુવા મોરચાના પ્રમુખ છે.