Cli

પ્રેમ પૈસા અને દગો જેકલીન ની લવસ્ટોરી પર ફિલ્મ…

Bollywood/Entertainment Breaking

200 કરોડની ઠગાઈ કરનાર સુકેશ ચાદ્રશેખર અને પોતાની પ્રેમિકા જેકલીન ફર્નાડિસ પર પાણીની જેમ પૈસા વહાવ્યાની કહાની લોકોને એટલી પસંદ આવી રહી છેકે હવે તેના પર ફિલ્મ અને વેબસીરીઝ બનાવવાની તૈયારી થઈ રહી છે બોલીવુડમાં કદાચ કોઈ જેકલીન જેવી એક્ટર હશે જેને કરોડો રૂપિયાની ગિફ્ટ ભેટમાં મળી હોય.

જેમાંથી 36 લાખની બિલાડી 58 લાખનો ઘોડો દોઢ કરોડની ગાડી પ્રાઇવેટ જેટ વગેરે વેગેરે જેના દમ પર એકપણ ફિલ્મ હિટ ન થઈ તેના પર સૌથી મોટા ઠગે પૈસાનો વરસાદ વરસાવી દીધો સુકેશે જેકલીનને તો પૈસા આપ્યા પરંતુ તેમના ઘરવાળાને પણ પૈસાઓથી જોખી લીધા સુકેશે જેક્લીનમાં એવું શું જોયુંકે તે જેક્લીનનો દીવાનો થઈ ગયો.

તિહાર જેલમાં રહેતા સુકેશે જેકલીનને ફસાવ્યા જેલમાંથી નીકળ્યા બાદ તેણે જેકલીન સાથે રંગરેલિયા મનાવ્યા પરંતુ જયારે તે બીજી વાર પકડાઈ ગયો ત્યારે તેણે જેકલીન નેજ ફસાવી દીધી જેકલીન મહિનાઓ સુધી સચ્ચાઈ છુપાવતી રહી પરંતુ બેન્ક એકાઉન્ટે તેનું જૂઠ પકડાવી દીધું આવી ઐયાશી ભરી કહાની લોકોને કેમ પસંદ ન આવે.

હવે આ કહાનીને પડદા પર ઉતારવાની કોશિશ થઈ રહીછે જે બોલીવુડમાંથી જેકલીન આવે છે એજ બોલીવુડના મેકર આ કહાની બતાવવાના છે હવે જેકલીન અને સુકેશનો રોલ કોણ નિભાવશે તેના પર ચર્ચા ચાલી રહી છે ફિલ્મને લઈને જલ્દી એલાન કરવામાં આવી શકે છે હવે તમે કેટલા ઉતાવળાછો આ ફિલ્મ જોવા માટે કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *