મહેસાણા જિલ્લામાં કડી તાલુકા અને નંદાસણ વિસ્તારમાં ઘણી બધી ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી લોકોની ઉઘં હરામ કરી ચોરીને અંજામ આપતા ગ્રેવલ ગેંગના તસ્કરોએ કડી તાલુકા માં આવેલી કોટન મીલમાં ચોરી કરી હતી ત્યારબાદ પોલીસે સીસીટીવી કેમેરા ફુટેજ ચેક કરી 30 જેટલા કેમેરા થી આ ગેગંની પૃષ્ઠી કરી હતી.
આરોપીઓને પકડવા માટે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કડીમાં ચાલતી કન્ટ્રક્શન સાઈડ પર તપાસ હાથ ધરી હતી અને દિવસના સમયે લુપ્ત થઈ જતા રાત્રિના સમયે ચોરી કરતા પોલીસને પડકાર નાખતા તસ્કરો કન્ટ્રક્શન સાઈડ પરથી ઝડપાયા હતા પોલીસે નવસિંગ ભાવસીંગ બારૈયા દિલીપ રામસિંગ મકોડિયા અને.
વિક્રમ માનસિંગં ભાભોળ નામના ત્રણ તસ્કરો ને ઝડપી લીધા હતા સાથે તેઓની પાસે થી તપાસ માં ચોરી કરવા માટે વાપરવામા આવતા બાઈક ગાડી અને સોના ચાંદી ના ઘરેણાં સહીત 4 લાખ 14 હજાર 580 નો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે કડક પૂછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી તેઓ દાહોદ થી કામ કરવા કડી.
મહેસાણા જેવા વિસ્તારોમાં દિવશે કડીયા કામ કરતા અને શહેરના વિસ્તારમાં બંધ પડેલા મકાનો ની શોધ કરતા અને રાત્રી ના સમયે પોતાની પાસે રહેલા નાના મોટા હથિયારોથી તેઓ બારી બારણા ના નકુચા તોડી ગ્રીલના સળિયા તોડી અને ચોરી કરવા માટે ઘરમાં ઘૂસતા હતા મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ સાથે ચાર બીજા આરોપીઓ હજુ સુધી.
પોલીસ ની પકડ થી દુર છે તેમના નામ જાહેર કર્યા હતા જેમાં રાકેશ ભાભોર સુનીલ જોરસીગં અજીત જોરસીગં રાજુ મોહનીયા જેઓ દાહોદ ના રહેવાશી છે અને ગ્રેવલ ગેંગના તસ્કરો છે એમની પોલીસ શોધ કરી રહી છે પકડાયેલા આરોપીઓ પર મહેસાણા કડી શિવનગર વિસ્તારમાં 10 જેટલા ચોરીના ગુનાઓ દાખલ છે.
તો આરોપી સુનીલ જોરસીગ પર વિજાપુર વિસનગર બનાસકાંઠા ના કુલ 7 ગુના નોંધાયા છે વિક્રમ ભાભોર વિરુદ્ધ ચોરી ના 8 ગુના નોંધાયેલા છે દિવશે કડીયા કામ કરીને રાત્રે ચોરી ની ઘટનાઓ ને અંજામ આપતા ગુનેગારો ને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.