Cli

લાલા મારી જોડે ચપ્પલ નથી અને 5 રૂપિયાની દ્રાક્ષ ખાવી છે એક પોલીસ જવાને આપ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ…

Breaking Life Style Story

લખનઉના IPS અધિકારી નવનીત સીકેરા પોતાના ફેસબુકમાં એ જવાનોની પોસ્ટ શેર કરે છે જેઓ ડ્યુટી સાથે લોકોની સામાન્ય સેવા કરવામાં પાછા નથી પડતા હવે નવનીત સીકેરાએ એક એવીજ ઘટના શેર કરી છે જેમાં ખરાબપોરે એક ઘરડા માજી પોલીસ સ્ટેશન પહોંચે છે જેમને એક જવાને માજીની સ્માઈલ લાવી દીધી.

યુપી પોલીસના નીરજ કુમાર યાદવે એક સ્ટોરી શેર કરી છે સ્ટોરી મુજબ પોલીસ જવાન કહે છેકે આજે લગભગ 2 વાગે અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે જોયું એક ઘરડા માં આવી રહ્યા છે જેમની ઉંમર 90 વર્ષથી વધુ હશે માજી જોડે ગયો તેઓ કંઈક કહેવા માંગતા હતા માજીને જઈને પાણી પાયું ત્યારે પૂછ્યું દાદી હવે બોલો.

ત્યારે દાદી બોલ્યા મારી જોડે ચપ્પલ નથી પગ બળે છે ત્યારે મેં ચપ્પલ લઈ આપ્યા પછી માજીને પૂછ્યું કંઈ ખાવું છે ત્યારે માજીએ કહ્યું લાલા 5 રૂપિયાની દ્રાક્ષ માંગાવો ત્યારે મેં એક કિલો દ્રાક્ષ મંગાવી અને આપી દાદીએ દ્રાક્ષ ખાતા મને કહ્યું લાલા તમે પણ ખાઓ પછી મેં પણ દાદી સાથે દ્રાક્ષ ખાવાનું શરૂ કર્યું.

જવાન આગળ જણાવતા કહે છેકે દાદી અલ્હાબાદના હતા તેમણે મારુ નામ પૂછ્યું થોડી વાતો કરી પછી દાદીને અમારી ગાડીમાં બેસાડ્યા અને કહ્યું દાદી કહે ત્યાં મૂકી આવજો અને મિત્રો તમને પણ આવા જરૂરિયાત મંદ વાળા લોકો દેખાય તો દિલથી મદદ કરજો એમની આપેલી દુવાઓ સો ટકા તમારે આડે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *