બોલીવુડના લગભગ બધા કલાકારો આર્યનના કેસમાં કોઈને કોઈ નિવેદન આપી રહ્યા છે કોઇ શાહરુખને સમર્થન આપી રહ્યા છે તો કોઈ તેમની વિરુદ્ધ બોલી રહ્યા છે જો કે બોલીવુડનો એક એવો વર્ગ પણ છે જેમને હજુ આ મામલે કોઇ નિવેદન ન આપતા ચુપ્પી સાધી છે ત્યારે પોતાને એક પરિવાર ગણાવતા બોલીવુડના કલાકારો પર બોલીવુડ ફિલ્મના રિવ્યૂ કરનાર કેઆરકેએ સીધું નિશાન સાધ્યું છે.
કેઆરકે આજે ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે બોલીવુડમાં સૌથી સારી કંગના છે તે બોલે છે પોતાના મનની વાત રજૂ તો કરે છે બોલીવુડને એક પરિવાર માનનારા અક્ષય કુમાર અજય દેવગણ કાજોલ શાહિદ કપૂર જુહી આ મામલે હજુ કઈ બોલ્યા જ નથી તેમને વધુમાં કહ્યું કે બોલીવુડમાં જો તમે સફળ છો તો લોકો તમને જાણે છે પણ જો તમે નિષ્ફળ છો તો તમને કોઈ જાણતું નથી.
બોલીવુડમાં કોઈ તમારું દોસ્ત નથી અને કોઈ દુશ્મન નથી અહીંયા લોકોની સફળતાને જ જોવામાં આવે છે જો કે આ ટ્વીટમાં કેઆરકેએ કંગનાના વખાણ કર્યા છે કે કંગના પોતાની વાત રજૂ તો કરે છે ઉલ્લેખનીય છે કે હાલમાં જ કાજોલની બહેન તનિષા મુખર્જીએ આર્યનના કેસમાં નિવેદન આપતા કહ્યું હતું કે હવે જર્નાલિઝમ જેવું કશું રહ્યું જ નથી પરતું કાજોલ કે અજય દેવગણએ આ મામલે કોઇ નિવેદન આપ્યું નથી.