પેલું વાક્ય તો તમે સાંભળ્યું જ હશે ને જે થાય છે તે સારા માટે થાય છે. આજના અમારા આ લેખમાં અમે તમને એક એવા ગુજરાતી વ્યક્તિ વિશે જણાવવાના છીએ જેના જીવન પર આ વાક્ય તદ્દન બંધબેસતું આવે છે આ વાત છે સૌરાષ્ટ્રના ભાવનગરના પરવડી નામના ગામમાં રહેતા જયેશ દેસાઈ નામના યુવકની. જયેશ દેસાઈ મધ્યમ પરિવારમાં જન્મ્યા હતા. તે પોતાના માતા પિતાનું ચોથું સંતાન હતા. માતા-પિતાનો એકનો એક આધાર હોવાને કારણે તેમજ દીકરો હોવાને કારણે મધ્ય આર્થિક સ્થિતિમાં પણ તેના માતા પિતાએ તેને અભ્યાસ કરાવ્યો.
પરંતુ એક સમયે કરિયાણાની દુકાન ચલાવી પરિવાનું ગુજરાન ચલાવવું પિતા માટે અઘરું થઈ જતા તેમણે દીકરા જયેશને અભ્યાસ છોડી કામે લાગી જવા કહ્યું. એટલું જ નહીં પિતાએ દીકરો સારી નોકરી કરી પૈસા કમાય અને પરિવારનું ગુજરાન ચલાવે તે ઇરાદે જયેશને મુંબઈ શહેરમાં તેની બહેનના સાસરે પણ મોકલી દીધો જોકે સદનસીબે કોઈ અનુભવ ન હોવા છતાં પણ જયેશને નોકરી મળી ગઈ. તેને મુબઈમાં સાડીના ફોલ બિડિંગમાં કામ મળી ગયું જયેશ મહિને ૩૦૦ રૂપિયા કમાવવા લાગ્યો. પરંતુ જેના નસીબમાં કરોડપતિ બનવાનું લખ્યું હોય તે માત્ર ૩૦૦ રૂપિયા કમાવવામાં સમય નાખે એવું કેવી રીતે બને? જયેશ સાથે કઈ આવું જ થયું.
જયેશને આ મિલમાં કામ કર્યું ફાવ્યું નહિ પરવડી પરત જઇને તે શું કરશે તે વિચાર કર્યા વિના જ તેને આ નોકરી છોડી દીધી અને વતનની વાટ પકડી. ભવિષ્યમાં પોતે અનેક ટેક્સટાઇલ મિલ , થિયેટરનો માલિક બનવાનો છે તે વાતથી અજાણ જયેશે ગામ પહોંચતા જ પોતાના પિતાને ધંધામાં મદદ કરવા નું શરૂ કરી દીધું હતું. જોકે થોડા દિવસ બાદ તેના મિત્ર તેને સુરત બોલાવી લીધો હોવાથી તેણે પિતાની પરવાનગી લીધી અને સુરતની વાટ પકડી લીધી.
સુરત આવતા સમયે કદાચ જયેશને પોતાને પણ ખ્યાલ નહોતો કે તે પોતે રાજહંસ નામની એક મોટી બ્રાન્ડનો માલિક બનવાનો છે. પરંતુ કહેવાય છે ને નસીબમાં લખેલી સફળતાને કોઈ રોકી શકતું નથી તેના માટે આપોઆપ જ રસ્તા ખુલી જતા હોય છે. જયેશને નસીબમાં સફળતા હતી અને તેથી જ એક બાદ એક રસ્તા ખુલતા ગયા. સુરત આવતાની સાથે જયશે પોતાના મિત્રની સાથે મળી તેલનો ધંધો શરૂ કર્યો. તેલના ધંધામાં સફળતા મળ્યા બાદ તેણે ટેક્સટાઇલનો ધંધો શરૂ કર્યો.
ટેક્સટાઇલમાં સફળતા મેળવ્યા બાદ જયેશે રાજહંસ ગ્રુપ નામે રાજહંસ થિયેટર ઉભુ કર્યું રાજહંસ નામની વધતી સફળતા સાથે જયેશની સફળતા પણ વધતી ગઈ આજના સમયમાં જયેશ દેસાઈના એટલે કે રાજહંસ ગ્રુપના અલગ અલગ શહેરોમાં કુલ ૩૦ થિયેટર છે અને એક સમયે બે ટંકના ભોજન માટે તરસતા રાજહંસ ગ્રુપના માલિક જયેશ દેસાઈ આજે કરોડોની કારમાં દેશ વિદેશની સફર કરી રહ્યા છે.