ફિલ્મ મુજશે શાદી કરોગી નો એક ડાયલોગ તો તમને યાદ હશે જ જીસ કે વશ મે ગુસ્સા નહિ હોતા ઉસકે વશ મે કુછ નહિ હોતા એટલે કે ગુસ્સો કરનાર વ્યક્તિ અન્ય કશું જ નથી મેળવી શકતો ગુસ્સાના આવેગમાં માણસ ઘણા એવા કામો કરી બેસતો હોય છે જેના માટે તેને પછતાવાનો સમય પણ મળતો નથી.
જો કે આ વાત અમે નથી કહી રહ્યા આ વાત કહી રહ્યા છે ગુજરાતની જેલમાં રહેલા કેદીઓ જે પાછલા કેટલાય સમયથી જેલમાંથી છૂટવાની રાહ જોતા પોતાની જિંદગી વિતાવી રહ્યા છે હાલમાં જ અમદાવાદની જેલ ભજીયા હાઉસ દુકાનમાં કામ કરતા કેટલાક કેદીઓનો વિડિયો સામે આવ્યો છે જેમાં તેમને પોતાના જ ગુસ્સાને કારણે પોતાની જીંદગી બરબાદ થઈ હોવાનો સ્વીકાર કર્યો છે.
અમદાવાદની જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે કેટલાય સમયથી સરકાર તરફથી જેલ ભજીયા હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં કેદીઓને ભજીયા બનાવવાના કામમાં ૩ હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે દર મહિને અહી કામ કરનાર લોકો ની ડ્યુટી બદલવામાં આવતી હોય છે.
હાલમાં આ જ કેદીઓનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મોટા ભાગે હત્યાના કેદીઓ કામ કરી રહ્યા છે.આ કેદીઓ સામાન્ય રીતે ૧૪ થી ૧૯ વર્ષની સજા પૂરી કરી ચુક્યા છે જોકે સજા પૂરી કરવા છતાં તેમને સરકાર તરફથી છોડવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
જેને કારણે તેમને હાલમાં ભજીયા હાઉસમાં કામ કરી જિંદગી વિતાવવી પડી રહી છે કેદીઓનું કહેવું છેકે ગુસ્સો બે પળમાં આવી જતો હોય છે પરંતુ એ બે પલના ગુસ્સામાં આખી જિંદગી બરબાદ થઈ જતી હોય છે જણાવી દઇએ કે અહી ભજીયા તળવાથી માંડી કઢી વહેચનાર દરેક વ્યક્તિ કેદી છે.