પરિવારમાં બાળકો હોય કે યુવાન સવાર સવારમાં નાસ્તાની વાત આવે એટલે દરેકને કઈક નવું ચટપટું જોઈતું હોય છે.રોજ નવું શું લાવવું?રોજ સવારમાં નાસ્તો બનાવવાનો સમય ક્યાંથી લાવવો?જો આવા સવાલ તમને પણ થતા હોય તો અમે તમને બે એવી વસ્તુનો નાસ્તો બનાવતા શીખવીશું જે દરેકના ઘરમાં બારેમાસ મળતી હોય.
આ બે વસ્તુ છે બટાટા અને મેગી હવે તમને થશે કે મેગી અને બટેટા તો કોઈ મેળ જ નથી.આનો નાસ્તો કેવો ફિક્કો બને જો તમે આવું વિચારતા હોય તો એકવાર અમારી આ રેસિપી જરૂર અપનાવો.
નાસ્તો બનાવવાની સામગ્રી:
ચોખાનો લોટ ૩ ચમચી
ચણાનો લોટ ૧ વાટકી
તેલ,મેગી,બટેટા
મસાલા માટે
આદુ મરચાં ઝીણાં સમારેલાં
મીઠું સ્વાદાનુસાર
૨ ચમચી હળદર
ધાણાજીરું,કાળા મરીનો પાઉડર
હિંગ,લીંબુનો રસ
નાસ્તાની રીત
બટેટા બાફી તેને હાથથી મસળી લો.તેમાં થોડી હળદર,ધાણાજીરું,કાળામરીનો પાઉડર હિંગ અને થોડું મીઠું ઉમેરી સરખું મિક્સ કરી થોડા સમય માટે પડી રહેવા દો મિકચર થોડું તૈયાર થાય ત્યાં સુધી ચણાના લોટમાં મીઠું,મેગી મસાલો,હળદર, લઈ થોડું થોડું પાણી ઉમેરી એક બેટર જેવું તૈયાર કરો જેમાં ગઠ્ઠા ન રહે તેની ધ્યાન રાખવું.એક તરફ ગેસ પર કઢાઈમાં તેલ ગરમ થવા દો.
તેલ ગરમ થાય ત્યાં સુધી મેગીને હાથથી મસળી ઝીણી કરી લો.હવે બટેટાના માવામાં થોડો મેગી મસાલો તેમજ લીંબુનો રસ ઉમેરી હાથથી નાના લુઆ વાળી ટીક્કી જેવો આકાર આપી તેને ચણાના લોટના મિશ્રણમાં ભજીયાની જેમ ડુબાવો જે બાદ ચણાના લોટ વાળી ટીક્કી પર મેગી ચારેકોર ચોંટે તે રીતે મેગીમાં ડૂબવો.મેગીમાં ડીપ કર્યા બાદ એ ટિક્કીને તેલમાં તળી.બહાર નીકળી ટોમેટો સોસ સાથે ખાઓ.