ગુજરાતીઓ ખાવાના કેટલા શોખીન હોય છે એ વાત કોઈથી અજાણ્યું નથી.શિયાળો,ઉનાળો કે કોઈપણ ઋતુ હોય,કોઈપણ પરિસ્થતિ હોય ગુજરાતીઓ દરેક ઋતુ અનુસાર સ્વાદ શોધી લેતા હોય છે હાલમાં ચોમાસાની ઋતુમાં ગુજરાતીઓ ભજીયાની મજા માણી રહ્યા હશે એ તો તમે જાણતા જ હશો.
પરંતુ જો શિયાળાની વાત કરીએ તો શું તમે જાણો છો કે શિયાળામાં ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો શું હોય છે?અને આ નાસ્તો કેવી રીતે બને છે શિયાળામાં આમ તો ગુજરાતીઓ ઘણા પ્રકારના પાક જેમકે આદુપાક,સાલમ પાક ખાતા હોય છે પરંતુ ગુજરાતીઓનું મનપસંદ ખાણું કહીએ તો એ છે ઉંબાડિયું એમાં પણ દક્ષિણ ગુજરાતના લોકો માટે તો ઉંબાડિયું સવારના નાસ્તા બરાબર જ છે.
તો જાણી લો કઈ રીતે બને છે ઉંબાડિયું ઉંબાડિયું એ એક એવી ડીશ છે જે કોઈપણ ગેસ ,પાણી કે તેલ વિના બનતી હોય છે.સૌ પ્રથમ શક્કરિયા, બટાટા,સુરતી પાપડી,ઝાલર પાપડી,રતાળુ વગેરે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓને બાફી લેવામાં આવે છે.
જે બાદ બટેટા સિવાયની તમામ વસ્તુ એક મોટી કઢાઈમાં નીકાળી તેમાં હળદર,તેમજ જાતે તૈયાર કરેલ એક મસાલો અને મીઠા લીમડાના પાન ઉમેરી બધાને સરખું મિક્સ કરવામાં આવે છે.જે બાદ બાફેલા બટેટા છોલી તેને ચાર ભાગમાં કાપવામાં આવે છે જે બાદ તેમાં મસાલો ભરવામાં આવે છે.
ત્યારબાદ એક માટલામાં કલાવ ના પાન મૂકી તેના પર બધી જ મસાલાથી તૈયાર કરેલ શાકભાજી મૂકી માટલાને પૂરેપૂરું ભરી દેવામાં આવે છે. જે બાદ ફરી તેના પર કલાવના પાન મૂકી માટલાના ઉપરના ભાગને બંધ કરવામાં આવે છે જે બાદ એક ખુલ્લી જગ્યામાં માટલાને લઈ જઈ તેના પર ભીની માટીનું લીંપણ કરી તેની આસપાસ છાણા મૂકી આગ પેટવવામાં આવે છે.આ આગથી માટલાની અંદરની શાકભાજી શેકાય છે જેને એક કલાક બાદ લઈ લેવામાં આવે છે.