ભગવાન બધાને બધું નથી આપતો આ વાક્ય તો તમે અનેકવાર સાંભળ્યું કે વાંચ્યું હશે. ભગવાન જો કોઈને પૈસાનું સુખ આપે તો પુત્ર સુખ નથી આપતો, અથવા જો પુત્ર આપે તો અન્ય કોઈ રીતે જીવન મુશ્કેલ બનાવી દેતો હોય છે.આવી પરિસ્થતિ અને આ પરિસ્થતિ ને લગતા ઉદાહરણો તમે ક્યારેક ફિલ્મોમાં જોયા હશે કે પછી ક્યાંક વાંચ્યા હશે.પરંતુ હાલમાં સુલતાનપુરથી એક કિસ્સો સામે આવ્યો છે જે આ પરિસ્થતિનું સચોટ ઉદાહરણ પૂરું પાડે છે.
વાત છે સુલતાનપુરમાં રહેતા નર્મદા બહેન,જીતુ ભાઈ અને તેમની બહેન રસીલા બહેનનાં પરિવારની. સુલતાનપુરમાં જીતુ ભાઈ પહેલા થી જ પિતાની છાયા ગુમાવી બેઠા હતા. તેમ છતાં તેમને રિક્ષા ચલાવી તેમની બહેનને વકીલનો અભ્યાસ કરાવ્યો.રસીલા બહેન હોશિયાર હતા. તેમને અભ્યાસ પૂરો કર્યો અને અભ્યાસ પૂરો કર્યા બાદ તરત બાળકોને ટ્યુશન કરાવવાની શરૂઆત કરી ભાઈને કમાણીમાં મદદ કરવાનું શરૂ કરી દીધું. બધું સુખરૂપ હતું.
મહેનત હતી છતાં જીતુભાઈ અને તેમનો પરિવાર ટુંકી આવકમાં પણ શાંતિથી જીવી રહ્યા હતા. જીતુભાઈ એ લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ અચાનક જાણે ભગવાન રૂઠ્યો હોય એમ લગ્ન કરતા સાથે જ તેમના જીવનની દશા બદલાઈ ગઈ. જીતુભાઈ ની પત્ની તેમને છોડીને ચાલી ગઈ. આ ઓછું હોય તેમ ભાઈનું ઘર ભાંગવાને કારણે રસીલા બહેનની માનસિક સ્થતિ પર એટલી ખરાબ અસર થઈ કે તેઓ પાગલ બની ગયા અને કોઈપણ કપડા વિના ગામમાં રખડવા લાગ્યા.
હજુ તો જીતુભાઈ બહેનને સંભાળે તેની પહેલા જ તેમના જીવનમાં વધુ એક સમસ્યા આવી. તેમની એક આંખ જતી રહી અને બીજી આંખે મોતિયો આવી ગયો.તેમને આંખે દેખાતું બંધ થઈ ગયું. હવે રિક્ષા ચલાવવી શક્ય ન હતી.તેથી કમાણીનું એકનું એક સાધન છીનવાય ગયું. પરંતુ સમસ્યા આટલે અટકી નહિ થોડા મહિનાઓ પહેલા આવેલ વાવાઝોડામાં ભગવાને તેમનું ઘર પણ છીનવી લીધું.હવે તેમની પાસે નતું ઘર હતું ખાવાના પૈસા. આ સ્થિતિમાં શું કરવું તે તમને સમજાતું ન હતું.
તે ભગવાન પાસે મદદ માંગી રહ્યા હતા તે સમયે જ કોઈએ તેમને નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ વિશે જાણ કરી. તેમને ખજૂરભાઈનો સંપર્ક કર્યો. જે બાદ ખજૂર ભાઈ આ પરિવારની સહાય માટે આવ્યા અને તેમને ઘર બનાવી આપવા ઉપરાંત જીતુભાઈના મોતિયાની સારવાર પણ કરાવી. સુલતાનપુરના લોકોનું કહેવું છે કે રસીલા બહેન તેમના ગામના પહેલા મહિલા હતા જેમને વકીલનો અભ્યાસ કર્યો હતો અને તેઓ ટ્યુશન કરાવતા હતાં પરંતુ પાછલા ૨૫ વર્ષથી તેઓ પાગલની જેમ જ આખા ગામમાં રખડે છે તેમના ભાઈ તેમને ઘરે લઈ આવે તોપણ તેઓ બહાર ભાગી જાય છે.