બોલીવુડના દિગ્ગજ કલાકાર અભિનેતા જુનિયર મહેમુદ વિશે તો તમે જાણતા જશો. જુનિયર મહેમુદ એકમાત્ર એવા કલાકાર છે જેમને તેમના સમયમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી તે વાત પણ તમે જાણતા જ હશો. તમે કદાચ તે પણ જાણતા હશો કે હાલમાં તેમના પાસે કેટલી સંપત્તિ હતી? પરંતુ શું તમે તેમના પરિવાર વિશે જાણો છો?
આજના લેખમાં અમે તમને જુનિયર મહેમુદના જીવન વિશે અને તેમના પરિવાર વિશે કેટલીક વાતો જણાવવાના છીએ.
સૌપ્રથમ વાત કરીએ તેમના પરિવાર અંગે તો તેમના પરિવારમાં તેમના પિતા, એક ભાઈ તેમની પત્ની બે બાળકો અને બે બાળકોની પત્નીઓ હતી. જોકે હાલમાં તેમની પત્ની બે બાળકો તેની વહુ અને એક પૌત્ર જ હયાત છે. હાલમાં આ તમામ સભ્યો જુનિયર મહેમુદના અંતિમ સમયમાં સાથે હોસ્પિટલમાં હાજર રહ્યો હતો.
વાત કરીએ તેમના ભાઈ અને પિતા વિશે તો કહેવામાં આવે છે કે જુનિયર મહેમુદના ભાઈ એક ફોટોગ્રાફર હતા તેઓ ફિલ્મોમાં ફોટોગ્રાફી કરતા હતા અને સાંજે ઘરે આવીને જુનિયર મહેમુદને સેટ વિશેની વાતો કરતા. કહેવાય છે કે આ વાતો સાંભળીને જ જુનિયર મહેમુદ ને ફિલ્મોમાં રસ જાગ્યો હતો જે બાદ તેઓ ભાઈ સાથે ક્યારેક ફિલ્મ જોવા પણ જતા હતા. એકવાર આવી જ રીતે ફિલ્મ જોવા ગયેલા જુનિયર મહેમુદે ફિલ્મના સેટ પર એક બાળ કલાકારનું અપમાન કર્યું , બાળ કલાકારને ડાયલોગ યાદ ન રહેતા જુનિયર મહેમૂદે તેને ઠપકો આપ્યો જે બાદ તેમને પોતે તે ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી અને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.
વાત કરીએ તેમના પિતા અંગે તો જાણકારી અનુસાર જે સમયે જુનિયર મહેમુદ એક દિવસના 3 હજાર રૂપિયા ફી લેતા હતા ત્યારે તેમના પિતાનો પગાર માત્ર ૩૮૦ રૂપિયા હતો. ઉલ્લેખનીય કે જુનિયર મહેમુદે પોતાના સમયમાં સૌથી મોંઘી કાર પણ ખરીદી હતી. જો કે હાલમાં આ અદભુત કલાકાર આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે.જુનિયર મહેમુદ પાછલા કેટલાય સમયથી પેટના કેન્સરની બીમારીથી પીડિત હતા અને હાલમાં તેમણે દુનિયાથી વિદાય લઈ લીધી છે.