આજના યુગમાં એક તરફ યુવતીઓ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને કે પ્રેમ લગ્ન કરીને ભાગી જતી હોય છે ફેશનના નામે સમય અને સંસ્કાર બરબાદ કરતી હોય છે. તો તો બીજી તરફ અમુક યુવતીઓ એવી પણ છે જે પોતાના પરિવાર સાથે સાથે દેશનું પણ નામ રોશન કરતી હોય છે. આજના યુગમાં ઘણી એવી યુવતીઓ છે જેમને પાયલટ બનીને, રમતગમતમાં કે પછી અન્ય કોઈ ક્ષેત્રે દેશને નામના અપાવી હોય.
આજના લેખમાં અમે ગુજરાતની એક એવી દીકરી વિશે વાત કરવાના છીએ જેને નાની ઉંમરમાં પોતાના દેશનું અને પરિવારનું નામ રોશન કર્યું છે જ્યારે આજના યુવાનો સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને ફેમસ થવાનું વિચાર કરતા હોય છે ત્યારે આ દીકરી પાસે કોઈપણ સોશિયલ મીડિયા અકાઉન્ટ જ નથી. આ દીકરીનું કહેવું છે કે તેની પાસે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરવાનો સમય જ રહેતો નથી. તમને થશે કે, આ દીકરી એ એવું તો શું કામ કર્યું છે કે તેણે આખા દેશનું નામ રોશન કર્યું? તો તમને જણાવી દઈએ કે માત્ર ૨૦ વર્ષની આ દીકરી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી અગ્નિવિધિ યોજનામાં પસંદગી પામી છે.
વિગતે વાત કરીએ તો, મહેશ્વરી જાડેજા નામની ૨૦ વર્ષીય યુવતી પોરબંદરની રહેવાસી છે અને તે વીઆર ગોઢાણીયા કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મહેશ્વરી જાડેજા નાનપણથી જ ડિફેન્સ સર્વિસમાં જોબ મેળવવા માંગતી હતી કે તેણે કોલેજના અભ્યાસ સાથે સાથે જ એનડીઆરએફની તૈયારી શરૂ કરી દીધી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન મહેશ્વરી જાડેજાએ જણાવ્યું કે તે એનડીઆરએફની ઓનલાઇન તૈયારી કરતી હતી તે સમયે જ તેને અગ્નિ પીર યોજના વિશે નોટિફિકેશન આવ્યું અને તેણે તેમાં ફોર્મ ભર્યું. જેબા તેણે આ પરીક્ષા માટે તૈયારી શરૂ કરી તેને જણાવ્યું કે તે 10 કલાક ઓનલાઇન ક્લાસ ભરતી હતી સાથે કોલેજનો અભ્યાસ પણ કરતી હતી.
મહેશ્વરીએ જણાવ્યું કે દસ કલાકના ક્લાસ બાદ તે સાંજે શારીરિક ટ્રેનીંગ માટે એકેડમી માં જતી હતી જ્યાંથી તે ક્યારેક ૧ વાગે તો ક્યારેક રાત્રે ૨ :૩૦ વાગ્યે ઘરે આવતી હતી. તને જણાવ્યું કે તેને લાગતું ન હતું કે આ પરીક્ષામાં કે પાસ થશે. પહેલા તેણે ઓનલાઈન પરીક્ષા આપી જેમાં પાસ થયા બાદ ફિઝિકલ ટેસ્ટ માટે જોધપુરમાં તેની પસંદગી કરવામાં આવી હતી. મહેશ્વરીએ જણાવ્યું કે જોધપુરમાં પરીક્ષા પાસ કર્યા બાદ તેની મેડિકલ તપાસ કરવામાં આવી જે તેને પાસ કરી. તેને કહ્યું કે આટલી પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ તેને વિશ્વાસ ન હતો કે તેની પસંદગી થઈ જશે પરંતુ આખરે તેને ૫૦ માથી ૩૪ ગુણ મેળવ્યા અને અગ્નીવીરમાં જગ્યા બનાવી.
ઇન્ટરવ્યૂ દરમિયાન મહેશ્વરીએ જણાવ્યું કે ગુજરાતીઓ હજુ પણ આ બધી પરીક્ષા બાબતે સભાન નથી. અન્ય રાજ્યોની સરખામણીએ આપણા દેશની યુવતીઓ આ બાબતે હજુ પણ ખૂબ પાછળ છે.તેને લોકોને અપીલ કરતાં કહ્યું કે દીકરીઓએ પણ આ બધી પરીક્ષાઓમાં ભાગ લઈ આ ક્ષેત્રોમાં આગળ વધવું જોઈએ.