સોનાક્ષી અને જહીરના લગ્ન હાલમાં સોશિયલ મીડિયામાં જ નહિ ન્યુઝ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. જો કે તેનું કારણ લગ્નની તૈયારીઓ નહિ પરંતુ પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવતા નિવેદનો છે. એ તો તમે જાણતા જ હશો કે વર્ષ ૨૦૨૨થી સોનાક્ષી અને જહીરનું નામ એકબીજા સાથે જોડાઈ ગયું છે.બંનેએ સોશિયલ મીડિયા પર આઇ લવ યુ કહ્યું ત્યારથી બંનેના અફેર ની ચર્ચા શરૂ થઈ હતી અને હાલમાં બંનેના લગ્નની ખબરો સામે આવતા હોબાળો મચી ગયો છે.
અભિનેતા શત્રુઘ્ન સિંહાની લાડકી દીકરી સોનાક્ષી ૨૩ જૂને પ્રેમી સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે લગ્નની ખબરો સામે આવવા સાથે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે પરિવારના સભ્યો આ લગ્નથી ખુશ નથી.હાલમાં જ શત્રુઘ્ન સિંહાને દીકરીના લગ્ન અંગે એક ઇન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવતા તેમને કહ્યું હતું કે આજના દીકરા દીકરી કઈ પૂછતા નથી માત્ર જણાવી દે છે અમે રાહ જોઈએ છે કે તે ક્યારે જણાવશે.
સોનાક્ષીના ભાઈ લવ સિંહા એ પણ કઈ આવું જ કહ્યું હતું જે પરથી ભાઈ અને પિતા સોનાક્ષીના આ લગ્નથી ખુશ ન હોવાનું જાહેર થયું હતું.જે બાદ હાલમાં સોનાક્ષીના મામાં તરફથી આવેલા નિવેદને આ વાત પર સત્યની મોહર લગાવી દીધી છે.
પહેલાજ નહેલાની જે ૧૯૭૭ થી શત્રુઘ્ન સિંહા ના મિત્ર છે તેમને સોનાક્ષી મામા માને છે. આ જ કારણ છે કે સોનાક્ષી સિંહાના લગ્ન અંગે તેમને પણ પ્રશ્ન કરવામાં આવ્યા. આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે હું સોનાક્ષીનો મામા છું, જહીર અને સોનાક્ષી ને મારા આશીર્વાદ, બંને લગ્ન કરવા જઈ રહ્યા છે, હું બંનેને શુભકામનાઓ આપુ છું.શું તેમને સોનાક્ષીના લગ્ન વિશે જાણ હતી તેવો પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું કે આજકાલના બાળકો જાતે નિર્ણય લે છે, જેથી માતાપિતાએ ખુશ થવું જોઈએ. એક કપલ ને જીવન સાથે જીવવાનું છે આ જ વાત મુખ્ય છે, તેમને એકબીજાને પ્રેમ કરવો જોઈએ અને એકબીજા સાથે સહજ રહેવું જોઈએ.
જણાવી દઈ કે ભલે જહીર અને સોનાક્ષી એ લગ્નને લઈને હાલમાં કોઈ જ સ્પષ્ટતા ન કરી હોય તેમ છતાં તેમના લગ્નનું કાર્ડ ઓનલાઇન વાયરલ થઇ રહ્યું છે, આટલું જ નહીં અભિનેત્રી પૂનમ ઢિલ્લો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે તેમને સોનાક્ષીના લગ્નનું કાર્ડ મળ્યું છે અને તે લગ્નનો હિસ્સો જરૂર બનશે.