ગુજરાતમાં શિવરાત્રીનો રુડા અવસરની ખુબ તૈયારીઓ જોવા મળે છે સમગ્ર ગુજરાતમાં વિવિધ શિવાલયોમાં ભક્તો મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને 18 ફેબ્રુઆરી ના રોજ આવનાર શિવરાત્રી ના પાવન પર્વની તૈયારીઓ કરી રહ્યા છે જુનાગઢ વિસ્તારના ઘણા બધા આશ્રમોના દરવાજા ભક્તો માટે ખોલી નાખવામાં આવ્યા છે અહીં ભક્તો માટે.
જમવાની વ્યવસ્થા પણ ઉભી કરી દેવામાં આવી છે ઘણા બધા સ્વયંસેવકો જુનાગઢ તરફ ફરવાના થયા છે અને ખડા પગે ઉભા રહીને સેવા આપી રહ્યા છે ભવનાથ નો મેળો ખુબ મહત્વ ધરાવે અહીં માત્ર માનવમહેરામણ નહીં પરંતુ વર્ષોથી ગીરનાર ની તળેટી માં તપસ્યા કરતા સાધુ સંતો મહંતો પણ બહાર આવે છે જેમના દુર્લભ દર્શન કરવા.
લોકો માટે ધન્યતા આર્શીવાદ સ્વરૂપ હોય છે ધાર્મીક યજ્ઞો તપ જાપ શરુ થઇ ગયા છે મહાદેવ ને રીઝવવા લોકો પુજા પાઠ મંત્રજાપ હવન અને વિવિધ પ્રકારના યજ્ઞ નું આયોજન કરી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં ગુજરાતી ફેમસ ડાયરાના કલાકાર કિર્તીદાન ગઢવી જેવો પોતાના સુમધુર અવાજ થી ચાહકોના દિલમાં રાજ કરે છે.
તેઓ પણ શિવરાત્રી ના મહોત્સવ દરમિયાન જુનાગઢ પોતાના પરીવારજનો સાથે પહોંચી ગયા છે કિર્તીદાન ગઢવી ધાર્મીક બાબતો સાથે હંમેશા આગળ રહે છે તેઓની સમગ્ર ગુજરાતમાં આજે લોકસાહના પોતાની ધાર્મિક વૃત્તિઓના કારણે જ છે તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગૌસેવા માટે થયેલી રેલીઓમાં ગીતો ગાવાની જ આગળ આવ્યા છે.
ધાર્મીક ડાયરાનો માં ભજનોની રમઝટ બોલાવી ભક્તો ને મંત્રમુગ્ધ કરતા કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે જુનાગઢ તપોભુમી માં પહોચી અને એક ખાશ યજ્ઞ નું આયોજન કર્યુ હતું પંડીત સંતો મહંતો ની હાજરીમા તેમને ખાશ પુજા કરીને મહાદેવ ને રીઝવવાની પુજા અર્ચના કરી હતી જે દરમિયાન ની તસવીરો અને વિડીઓ સામે આવ્યા છે.
જેમાં કુર્તો પહેરી ગળામા ભગવા રંગનુ વસ્ત્ર ધારણ કરીને તેઓ યજ્ઞમા આહુતી આપતા જોવા મળે છે જે તસવીરો અને વિડીઓ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે માનવ કલ્યાણ અને વિશ્ર્વમા શાંતિ પ્રસ્થાપિત થાય મહાદેવના આર્શીવાદ સૌ ભાવી ભક્તોને મળી રહે આ માટે આ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ હતું.