ગુજરાતમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવનાર સિગંર કિંજલ દવે પોતાના અવાજના જોરે દેશ વિદેશમાં પણ પોતાના ગરબાના તાલે લોકોને ડોલાવે છે અમે ગુજરાતી લેરી લાલા ચાર ચાર બંગડી વાળી ગાડી જેવા ઘણા બધા સોંગ આજે પણ દરેક ગુજરાતીના હૈયે કિંજલ દવેના ગુંજંતા રહે છે તાજેતરમાં કિંજલ દવે દુબઈ વેકેશન ટ્રીપ છે.
અને તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે પોતાના ભાવિ પતિ પવન જોશી સાથે રોમેન્ટિક અંદાજમાં વેકેશન માણતી જોવા મળે છે અલગ અલગ તસવીરોમાં દુબઈના અલગ અલગ પર કિંજલ દવે ખૂબ જ આનંદના વાતાવરણમાં જોવા મળી રહી છે જીન્સ ટીશર્ટ સ્ટાઇલિશ ગાઉન સાથે સ્ટીવલેસ બ્લાઉઝ અને જીન્સમાં.
વિવિધ આકર્ષક અને સુંદર તસવીરો કિંજલ દવે એ શેર કરી છે જેમા કિંજલ દવે પવન જોષી સાથે રોમાન્સ કરતી જોવા મળે છે કિંજલ દવે એ પોતાના બાળપણના મિત્ર પવન જોશી સાથે ચાર વર્ષ પહેલા સગાઈ કરી હતી પવન જોશી મૂળ પાટણ જિલ્લાના સરીયદ ગામનો વતની છે અને હાલ અમદાવાદ માં રહીને બિઝનેસ સાથે સંકળાયેલો છે.
આ દરમિયાન કિંજલ દવે એ પોતાના દુબઈ વેકેશન ટ્રીપ ની આ તસવીરો ને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ હેન્ડલ પર શેર કરી છે જેમાં લાખો ચાહકોલાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવતા જોવા મળે છે કિંજલ દવે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેના 27 લાખથી પણ વધારે ફોલોવર છે પવન જોશી પણ સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે.
તેને તેની સ્ટોરી પર કિંજલ દવેની ઘણી તસવીરો શેર કરી છે જેમાં દુબઈ બીચ પર કિંજલ દવે રોમેન્ટિક અંદાજમાં તેની સાથે બેઠેલી જોવા મળે છે બંને વચ્ચેનો પ્રેમ અને લવ કેમેસ્ટ્રી ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળે છે કિંજલ દવે પોતાના દરેક લુક સાથેની તસવીરો ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરી ને ફેન્સનો પ્રેમ મેળવતી રહે છે.