Cli
ખજુરભાઈએ ભાવિ પત્ની સાથે માટીમાંથી શિવલિંગ બનાવી કરી પુજા, મહાશિવરાત્રી પર મહાદેવને રીઝવતુ કપલ...

ખજુરભાઈએ ભાવિ પત્ની સાથે માટીમાંથી શિવલિંગ બનાવી કરી પુજા, મહાશિવરાત્રી પર મહાદેવને રીઝવતુ કપલ…

Breaking

ગુજરાતમાં મહા શિવરાત્રીનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યુ હતુ ભગવાન શિવની આરાધના કરવા માટે ભાવિકો સોમનાથ દાદાના શરણે તો જુનાગઢ ભવનાથ ના મેળે માનવ મહેરામણ હીલોળે ચડ્યું હતું તો દેશભરમાં શિવાલયોમાં ભક્તો શિવનો જય જયકાર કરી મહાદેવ ની આરાધના ભક્તિ પુજા કરતા જોવા મળ્યા હતા.

ભગવાન ભોળાનાથ ને રીઝવવા માટે ભક્તો શિવલીંગ પર દુધ નો અભિષેક કરી પુજા અર્ચના કરતા જોવા મળ્યા હતા તો ગુજરાતી નામાંકિત કોમેડી કલાકાર ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાની તેમની થનારી પત્ની મિનાક્ષી દવે સાથે ભગવાન શિવની અનોખી રીતે પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા પોતાના નિવાસસ્થાને ખજૂર ભાઈ અને.

તેમની પત્ની મીનાક્ષી દવે એ પોતાના હાથોથી માટીનું શિવલિંગ બનાવ્યું અને પૂજા અર્ચના કરી અને થાળ ધરાવ્યો સોશિયલ મીડિયા પર ખજૂર ભાઈ અને તેમની થનારી પત્ની મીનાક્ષી દવે નો એક વિડીયો સામે આવ્યો છે જેમા ભક્તિ ભાવ સાથે ખજુર ભાઈને અને મીનાક્ષી દવે જમીન પર બેઠેલા છે મીનાક્ષી દવે પોતાના હાથોથી માટીનું શિવલિંગ બનાવી રહી છે

આ દરમિયાન ખજૂર ભાઈ પૂજાની સામગ્રી એકત્ર કરી રહ્યા છે માટેનું શિવલિંગ બનાવી અને તેના પર અભિષેક કરી પુજા અર્ચના કરી ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે એકબીજાને માથામાં તિલક કરી રહ્યા છે બંને હાથ જોડી ને ભગવાન ભોળાનાથ ને વંદન કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર સામે આવેલા ખજૂર ભાઈના આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

જોતામાં આ વિડીયો પર લાખો લાઇક કમેન્ટ આવી ચૂક્યા છે આ વિડીયો ખજૂર ભાઈની થનારી પત્ની મીનાક્ષી દવે એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી શેર કર્યો છે જે તમે જોઈ શકો‌ છો ખજુર ભાઈ ઉર્ફે નિતીન જાની લોકસેવાના કાર્યો થી ખુબ લોકપ્રિયતા ધરાવે છે તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરીબોના મશીહા તરીકે ખ્યાતનામ છે.

તેમને નિરાધાર વૃદ્ધ અશક્ત લોકો ને 250 થી વધુ રહેવા માટે મકાનો બનાવી આપ્યા છે તો ઘણા માતા પિતા વિના ના બાળકોને તેઓ મકાન બનાવી સાથે અભ્યાસ માટે મદદ પહોંચાડી રહ્યા છે તેઓ હંમેશા સેવાકીય પ્રવૃતિઓ માં આગળ રહે છે તેમનો નિસ્વાર્થ ભાવ લોકો ખુબ પસંદ કરે છે ખજુરભાઈ ગુજરાતી સોનુ સુદ તરીકે ઓળખાય છે.

એવો કોરોના સમય થી લઈને વાવાઝોડાની આફતો સુધી ગરીબ લોકોની સહાયતા કરતા જોવા મળ્યા હતા તેઓને ઘણા લોકો ફોલોવ કરે છે ધાર્મીક લાગણીઓ સાથે તેમને ભગવાન શિવની આરાધના કરી હતી તેમની આ તસવીરો અને વિડીઓ પર લાખો કરોડો લોકો લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *