ગણેશ ચતુર્થી શરૂ થતા બોલિવૂડ સ્ટાર્સના ઘરની બહાર ઘણી એક્ટિવિટી જોવા મળેછે ટીવી સ્ટાર સાથે બૉલીવુડ સ્ટાર પણ પોતાના ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરી રહ્યા છે તેના વચ્ચે બોલીવુડના દબંગ સલમાન ખાન પણ એવા સ્ટાર્સમાંથી એક છે જેમના ઘરે દર વર્ષે ગણપતિ બાપાનો તહેવાર.
ધામધૂમથી ઉજવવામાં આવે છે દર વર્ષે સલમાન ખાન પોતાના ઘરે બાપાની સ્થાપના કરે હે તેવામાં આ વખતે સલમાન ખાને પરિવાર સાથે મળીને બહેન અર્પિતાના ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી અહીં સલમાન ખાનની નજીકની કેટરીના કૈફ દર વર્ષે ગણપતિ બાપાના દર્શન કરવા પહોંચે છે.
દર વર્ષની જેમ કેટરીના કૈફ આ વખતે પણ સલમાનના ઘરે પહોંચી હતી પરંતુ આ વખતે તેઓ પતિ વિકી કૌશલ સાથે જોવા મળી હતી અહીં કેટરીના કૈફે પતિ વિકી કૌશલ સાથે મીડિયાને પોઝ આપ્યા હતા અને તેના બાદ અર્પિતાના ઘરે સલમાન સાથે બધા ગણપતી બાપાના દર્શન કરવા શામેલ થયા.
સલમાન ખાન સફેદ શર્ટ અને જીન્સ સાથે સ્પોટ થયા હતા જયારે કેટરીના કૈફ અને વિકી કૌશલે પણ અલગ અંદાજમ એન્ટ્રી મારી હતી વિકી કૌશલે પીળા કલરની શેરવાની જયારે કેટરીના કૈફ આછા વાદળી કપરની પંજાબી આઉટફિટમાં જોવા મળી હતી અહીં સલમાન અને કેટરીના કૈફનું સારું બોન્ડિંગ જોવા મળ્યું.