કરણ જોહર બોલીવુડમાં બહુ મોટું નામ માનવામાં આવે છે બોલીવુડમાં સફળતાનું સપનું લઈને આવનાર વ્યક્તિ હંમેશા એવું ઈચ્છે કે તેને એકવાર કરણ જોહરની ફિલ્મમાં કામ કરવા મળે પરતું દરેક નવા કલાકારને મોકો આપનાર કરણ જોહરને કારણે જ બોલીવુડના અમુક અભિનેતા કે અભિનેત્રીઓના કરિયર બરબાદ પણ થયા છે આજે અમે તમને એવા અભિનેતા અને અભિનેત્રીઓના નામ જણાવીશું જેમના કરિયરને બરબાદ કરવામાં કરણ જોહર નો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે.
કરણ જોહરની આ લિસ્ટમાં સૌથી પહેલું નામ કંગના રનૌત નું રહ્યું છે. એવું માનવામાં આવે છે કે જ્યારથી કંગના એ આદિત્ય ચોપડા ની ફિલ્મ સુલતાન માં કામ કરવાની ના પાડી હતી તે દિવસથી જ યશરાજ ની સાથે સાથે કરણ જોહર ની ટીમના દરવાજા પણ કંગના માટે હંમેશા બંધ થઈ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ થયેલી જાતિવાદ ની ચર્ચાઓમાં કંગના રનૌતે આ વાત કહી હતી કે અને આ પહેલા પણ જ્યારે કંગના ને કોફી વિથ કરણ શો મા બોલાવવામાં આવી હતી ત્યારે પણ તેને આ વાત સ્વીકારી હતી કે કરણ સાથે તેનું નથી બનતું.
તમને જણાવી દઈએ કે અત્યારની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ પણ કરણના દુશ્મનની લિસ્ટમાં સામેલ છે પ્રિયંકા ચોપડાએ પોતાના કરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથેની એક ફિલ્મથી કરી હતી જે બાદ પ્રિયંકા અને શાહરૂખના સંબંધો ની ચર્ચા વધવા લાગતા કરણ જોહરે પ્રિયંકાને શાહરૂખ ખાન થી દુર કરવા માટે એનું કરિયર બરબાદ કરી દીધું હતું અને એટલી હદે બરબાદ કર્યું હતું કે પ્રિયંકા ને પોતાની કિસ્મત અજમાવવા હોલીવુડ નો સહારો લેવો પડ્યો હતો જો કે પ્રિયંકા ને બરબાદ કરવાનો કરણ નો વિચાર ખોટો સાબિત થયો અને કિસ્મત અજમાવવા હોલીવુડમાં ગયેલી પ્રિયંકાને ટીવી શો મા એટલી સફળતા મળી કે બાદમાં તેને ક્યારેય પાછું વળીને જોવાનો વારો ન આવ્યો.
બીજા કલાકારોની વાત કરીએ જેમને કરણ જોહર પસંદ નથી કરતો તો એવા કલાકારમા સૌથી પહેલું નામ કરણની બેસ્ટ ફ્રેન્ડ કાજોલના હસબન્ડે અજયદેવણનનું લઈ શકાય અજય ભલે કાજોલ ને લકી માનતો હોય પરતું અજય સાથે તેની જરા પણ બનતી નથી અને આ વાત ત્યારે સાબિત થઈ હતી જ્યારે અજય અને કરણ ની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની હતી એક ખબર તો એવી પણ હતી કે અજયની ફિલ્મ શિવાય અંગે ખરાબ બોલવા માટે કરણે કોઈ વ્યક્તિને ૨૫ લાખ રૂપિયા પણ આપ્યા હતા આ સિવાય અનુષ્કા શર્મા અને અર્જુન રામપાલ પણ આ લિસ્ટમાં રહી ચૂક્યા છે.