Cli

કપિલ શર્માના પ્રશ્ન પછી તેને મોટો મૂર્ખ કહેવામાં આવ્યો?

Uncategorized

કપિલ શર્મા એક કોમેડિયન તરીકે ઓળખાય છે. પરંતુ શું તેમની કોમેડી માત્ર ટીવી સુધી જ સીમિત છે. કારણ કે સોશિયલ મીડિયા પર તેઓ ઘણી વખત ખૂબ જ સીરિયસ નજરે પડે છે અને જો કોઈ તેમને ટોકે તો તેઓ સામે થી જોરદાર જવાબ પણ આપે છે.

આવું જ કંઈક હવે એક્સ પર જોવા મળ્યું છે.હકીકતમાં એક્સ સાથે કપિલ શર્માનો જૂનો 36 નો આંકડો રહ્યો છે. હવે ફરી એક વખત એક્સ પર સક્રિય થઈને કપિલ શર્માએ પોતાના કન્ટેન્ટમાં ખામીઓ શોધનારા લોકોને ખરીખરી સંભળાવી છે. તાજેતરમાં કપિલ શર્માના શોમાં મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ અને કોચ આવ્યા હતા.

આ દરમિયાન કપિલે કોચને પ્રશ્ન પૂછતાં કહ્યું કે તમને ચોક્કસ ચક દે ઇન્ડિયાના શાહરુખ ખાન એટલે કે કબીર ખાન જેવી લાગણી થતી હશે કે તમારી ટીમ જીતે છે.આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને એક યુઝરે તેના પર કમેન્ટ કરતા લખ્યું કે ઇડિયટ કપિલ શર્મા, તને ખબર હોવી જોઈએ કે રિયલ હીરો મીર રંજન નેગી છે, કબીર ખાન નહીં. કાશ અમોલ મજુમદાર એ આ જોકરને ફેક્ટ ચેક કર્યો હોત. આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ ગઈ કારણ કે વાત તથ્ય આધારિત હતી. ચક દે ઇન્ડિયા ફિલ્મમાં શાહરુખ ખાને કબીર ખાનનું પાત્ર ભજવ્યું હતું,

જ્યારે વાસ્તવિક કોચનું નામ રંજન નેગી છે. ક્રિએટિવ લિબરટી લેતા ફિલ્મમાં નામ બદલીને કબીર ખાન રાખવામાં આવ્યું હતું, જેને લઈને વર્ષોથી વિવાદ ચાલે છે કે હિંદુ નામ કેમ ન રાખવામાં આવ્યું.આ જ વિવાદની વચ્ચે હવે કપિલ શર્મા પણ આવી ગયા. જોકે કપિલે જવાબ આપતા કહ્યું કે મેં ક્યારેય કબીર ખાનનું નામ લીધું જ નથી, હું તો માત્ર શાહરુખ ખાન વિશે વાત કરી રહ્યો હતો અને તે પણ હ્યુમરના અંદાજમાં. જે તમને ક્યારેય સમજાશે નહીં. તાનસેનનો સૂર ખરાબ નથી, તમારો તાનસેન બેસૂર છે.

આ રીતે કપિલે જવાબ આપ્યો.સામાન્ય રીતે શાંત રહેતા કપિલ શર્માએ હવે નક્કી કર્યું છે કે સોશિયલ મીડિયા પર થતી બિનજરૂરી ટ્રોલિંગ અને નેગેટિવિટી હવે વધુ સહન નહીં કરે. કપિલનો આ અંદાજ ઘણા લોકોને ગમ્યો છે. જોકે દબાયેલા સ્વરે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે કપિલ શર્મા પોતાના શોમાં આખી દુનિયાને રોસ્ટ કરે છે, દેશના મુદ્દાઓ પર પણ વ્યંગ કરે છે, પરંતુ જ્યારે વાત પોતાના પર આવે છે ત્યારે તે સહન કરી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *