કંગના રાણાવત એક એવી એક્ટર છે જેઓ પોતાના બડાક બોલા સ્વભાવને લઈને વિવાદમાં રહે છે તેઓ રાજકીય મુદ્દો હોય કે બોલીવુડનો કોઈપણ મુદ્દે તેઓ પોતાનું બયાન આપે છે તેના વચ્ચે કંગના રનૌતે બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર અયાન મુખર્જી પર નિશાન સાધ્યુંછે આ સિવાય તેણે ફિલ્મના પ્રોડ્યુસર પર પણ પ્રહારો કર્યા છે.
બ્રહ્માસ્ત્રને ફિલ્મને અત્યારે મળતી ઝૂલતો સહકાર મળી રહ્યો છે તેના વચ્ચે કંગનાએ ફિલ્મ નિર્માતા પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે કંગના રાણાવતે જણાવતા કહ્યું કે બોલિવૂડમાં કેટલાક લોકો ફિલ્મના પ્રમોશન માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે અને એમન પણ કહ્યું તેને લઈને કમાલ ખાનની ધરપકડ કરવામાં આવી હતી.
કંગના રનૌતે બ્રહ્માસ્ત્ર ફિલ્મને મળેલા નેગેટિવ રિવ્યુના સ્ક્રીનશોટ શેર કર્યાછે અને આ સાથે તેણે લખ્યું જ્યારે તમે જૂઠ વેચવાનો પ્રયાસ કરો છો ત્યારે આવું થાય છે કરણ જોહરે દરેક શોમાં લોકોને બળપૂર્વક કહ્યું કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સારા અભિનેતા છે અને અયાન મુખર્જી જીનિયસ છે.
જેના કારણે તેઓ આ જુઠ્ઠાણા પર વિશ્વાસ કરવા લાગ્યો 600 કરોડના બજેટવાળી આ ફિલ્મ જોઈને તેણે ફોક્સ સ્ટુડિયોને ફિલ્મ બનાવવા માટે પોતાની જાતને વેચવી પડી અને આવા જોકરોને કારણે હજુ કેટલા સ્ટુડિયો બંધ થશે કંગનાએ આગળ જણાવતા કહ્યું જે લોકો અયાન મુખર્જીને જીનિયસ કહે છે તેમને તાત્કાલિક જેલમાં મોકલી દેવા જોઈએ.