કહેવાય છે કે માણસ શારીરિક કે માનસિક રીતે અશક્ત હોય તો ચાલે પણ લાગણીઓથી અશક્ત ન હોવો જોઈએ. શારીરિક, માનસિક અશક્ત વ્યક્તિ પણ જો લાગણીથી ભરપૂર હોય તો એ જ સાચો માણસ કહેવાય.
હાલમાં આપણે ઘણા એવા વિડિયો જોઈએ છે જેમાં માણસ પૂરી રીતે સ્વસ્થ હોવા છતાં બીજાના દુઃખને સમજવામાં અસમર્થ હોય છે.જો કે આવા સ્વાર્થી લોકોના વિડિયો વચ્ચે હાલમાં એક લાગણીસભર વિડિયો સામે આવ્યો છે. જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે.
વાત કરી રહ્યા છીએ સૌના લોકલાડીલા કમા ભાઈના વીડિયોની.કમા ભાઈના નામથી તો તમે પરિચિત હશો જ. ગુજરાતી ડાયરાનો પ્રાણ બની ચૂકેલા કમાભાઈના વિડિયો સામાન્ય રીતે લોકોને હસાવી જતા હોય છે.
પરંતુ હાલમાં કમા ભાઈનો એક એવો વિડિયો સામે આવ્યો છે જેને સૌને ચોંકાવી દીધા છે.હાલમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કમાભાઈ રડતા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર આ વિડિયો એક કાર્યક્રમનો છે.આ કાર્યક્રમ દરમિયાન કાળજા કરો કટકો ગીત વગાડવામાં આવ્યું હતું. ખબર અનુસાર આ ગીત સાંભળતા જ કમાભાઇની આંખો ભરાઈ આવી હતી.
ઉલ્લેખનિય છે કે કમા ભાઈ સૌપ્રથમ કિર્તીદાન ગઢવીના એક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા જે બાદ તેમની લોકપ્રિયતામાં વધારો થયો હતો. હાલમાં તે ડાયરા અને બીજા પણ એનેક પ્રોગ્રામમાં લોકોનું મનોરંજન કરતા જોવા મળે છે.