કહેવાય છે ને કંઇક મેળવવા માટે કંઇક સહેવું પણ પડતું હોય છે.આ વાત સામાન્ય જીવનમાં જેટલી લાગુ પાડી શકાય છે તેટલી જ બોલીવુડ કલાકારો માટે પણ લાગુ પડે છે. વધુ પૈસા કમાવવા કે પછી એમ કહો કે પોતાના ચાહકોને કઈક સારું મનોરંજન આપવા બોલીવુડ અભિનેતાઓને પણ ક્યારેક મુશકેલીઓ અને અકસ્માતનો સામનો કરવો પડતો હોય છે.
હાલમાં આવા જ એક અકસ્માતની ખબર સામે આવી છે જે અનુસાર અભિનેતા શાહરૂખ ખાનનો ફિલ્મના શૂટ દરમિયાન અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર બોલિવુડમાં રોમાન્સ કિંગ તરીકે ઓળખાતા અભિનેતા શાહરૂખ ખાન હાલમાં લોસ એન્જલસમાં શૂટ કરી રહ્યા હતા.
તે દરમિયાન તેમનો અકસ્માત થયો હતો. ખબર અનુસાર શાહરુખને નાક પર ઈજા થઈ હતી.જેને કારણે તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યુ હતું.જો કે સમયસર સારવાર મળતાં હાલમાં તે એકદમ સ્વસ્થ છે.
જણાવી દઈએ કે નાકમાંથી લોહી વહેતું રોકવા શાહરૂખ ખાનનું નાનકડું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલમાં તેમના નાક પર બેંડેજ છે.વાત કરીએ શાહરૂખ ખાનની ફિલ્મ વિશે તો તેમની ફિલ્મ પઠાણ એ 1000 કરોડની કમાણી કરી છે.
જે બાદ હાલમાં અભિનેતા તેમની ફિલ્મ જવાનના ટ્રેલર રીલીઝની રાહ જોઈ રહ્યા છે.જણાવી દઈએ કે જવાન સિવાય શાહરૂખ ડંકી ફિલ્મમાં પણ જોવા મળશે.