બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફના નામથી આજે કોઈ અજાણ્યું નથી.એક સમયે માત્ર સલમાન ખાનના સાથને કારણે જાણીતી બનેલી આ અભિનેત્રીએ હાલમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે.
ગત વર્ષે કેટરિના કૈફ પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી. જો કે લગ્ન બાદ પાછલા ઘણા સમયથી કેટરિના કૈફ મીડિયાથી દૂર થઈ ગઈ હતી. જો કે આ લાંબા સમયના બ્રેક બાદ કેટરિના કૈફ એક વાર ફરી મીડિયામાં જોવા મળી છે.
હાલમાં જ કેટરિના કૈફ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. બ્રાઉન કલરના ટોપ અને જીન્સ સાથે કેટરિના કૈફ એરપોર્ટ પર જોવા મળતા જ ફોટોગ્રાફર અને લોકોએ તેને ઘેરી લીધી હતી. લાંબા સમય બાદ કેટરિના ને જોતા જ મીડિયા ફોટોગ્રાફર સાથે તેના ચાહકોની પણ ભીડ ઉમટી હતી.
લોકો તેની સાથે સેલ્ફી લેવા ઉતાવળા થઈ રહ્યા હતા. જો કે આટલી ભીડ વચ્ચે પણ કેટરિના કૈફ એકદમ શાંત રહી હતી. એટલું જ નહિ તે પોતાના બોડીગાર્ડને પણ લોકોને શાંતિથી જવાબ આપવા સમજાવી રહી હતી.
હાલમાં કેટરિના કૈફનો એરપોર્ટ પરનો વિડિયો સામે આવ્યો છે જેમાં તે ભીડની વચ્ચે શાંતિથી ચાલતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને હાલમાં લાખો લોકો પસંદ કરી રહ્યા છે.
સાથે જ કેટરિના કૈફના ચાહકો તેના શાંત સ્વભાવના પણ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. તો કેટલાક લોકો ભીડ પર ગુસ્સો ઠાલવતા પણ જોવા મળી રહ્યા છે. લોકોનુ કહેવું છે કે અભિનેત્રી સુંદર છે એટલે તેની સાથે સેલ્ફી લેવા ઉમટી પડવું સ્વાભાવિક છે પરંતુ તેમનો આદર પણ કરવો જોઈએ.