ગુજરાતના લોકપ્રિય કલાકાર જેમના અવાજમાં એ ગજબનો જાદુ છે જેઓ ચાહકોમાં ખૂબ જ પોતાનો ક્રેઝ ધરાવે છે એવા ગુજરાતી ગરબા ગુજરાતી ગીતો અને ડાયરાઓ થી રમઝટ બોલાવતા જીગ્નેશ બારોટ ગુજરાતમાં ઘણા બધા લોક ડાયરા કરે છે એમાં લાખો લોકો એમને સાંભળવા માટે આવે છે.
એમના અવાજનો જાદુ આજે વિશ્વભરમાં છવાયો છે જેઓ આજે પ્રિ નવરાત્રી માટે લડંન જઈ રહ્યા છે લડંન મા વસતા ગુજરાતી પરિવારો એમને ખૂબ જ સાંભળેછે એ સમયે એરપોર્ટ પરનો જીગ્નેશ કવિરાજ નો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે એમાં જીગ્નેશ કવિરાજ જણાવી રહ્યા છે.
આપ બધાએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે આજે આપના થકી હું ઝીરો માંથી હીરો બન્યો છું આજે પ્રિ નવરાત્રી માટે હું લડંન જઈ રહ્યો છું વિદેશમાં પણ ગુજરાતી ગરબાની રમઝટ બોલાવીશ અને મિત્રો મારા ચાહકો હું નવરાત્રિના પ્રથમ નોરતે મારા ગુજરાતમાં પાછો આવી જઈશ અને ગુજરાતની ધરતી.
પર માતાજીના નવલા નોરતામાં આપની વચ્ચે માતાજીના ગરબા ગાઈશ આમ કહીને એમને પોતાના સુર ને વિરામ આપ્યો હતો જીગ્નેશ બારોટ નવરાત્રી અગાઉ વિદેશની ધરતી પર જઈ રહ્યા છે ત્યારે પણ એમનો આ દેશી લુક અને દેશી સ્ટાઇલ અકબંધ છે અને પોતાની માતૃભૂમિ પ્રત્યેની લાગણી સ્પષ્ટ પણ દેખાય છે.