જો તમે કઈ કરવા ઈચ્છતા હો અને હાર માન્યા વગર તે કરતા રહો તો તમે ક્યારેક ને ક્યારેક સફળતા પ્રાપ્ત કરો છો અસફળ થનાર વ્યક્તિ નિરાશ થઈને બેસી જાય છે પરંતુ જેણે સફળતા પ્રાપ્ત કરી હોય છે તેને જીવનમાં ઘણી જગ્યાએ અસફળતા પ્રાપ્ત કરી હોય પરંતુ તે નિરાશ નથી થતો અને મહેનતથી તે ક્ષેત્રમાં પકડ કરે છે અને એક સમય એવો આવે છે જ્યારે તે સફળતા પ્રાપ્ત કરી લે છે કારણ કે તેમના મોટા સપના અને દુનિયાને જીતવાની તેમની આશા તે હંમેશા મનમાં રાખીને દરેક નિરાશાને દૂર કરે છે આજે તેવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ જેમનું નામ છે જયેશ દેસાઈ જે 2500 કરોડના રાજહંસ ગ્રુપના માલિક છે.
તે ભાવનગરના ગુજરાતના એક એવા નાનકડા ગામથી છે જ્યાં કોઈ સુવિધા નથી તેમનો જન્મ એક વૈષ્ણવ પરિવારમાં થયો હતો તેમના પિતા એક દુકાન ચલાવતા હતા તેમની મોટી ચાર બહેનો હતી અને તે સૌથી નાના હતા તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી તેમણે બચપનથી જ ઘણા મોટા સપનાઓ જોયા હતા અને તેને સાકાર કરવા માટે તેમને કોઈ સારી જગ્યાએ જવું પડે એમ હતું.
ત્યારે તે ૧૯૮૮મા તેમની મોટી બહેન સાથે મુંબઈ આવ્યા મુંબઈ આવીને તેમણે નોકરી લીધી જ્યાં તેમને 300 રૂપિયા દર મહિને મળતા હતા અને એક નાનકડા રૂમમાં રહેવાનું હતું ત્યાં તેમણે છ મહિના કામ કર્યું ત્યારબાદ તે પાછા તેમના ગામે ગયા અને ત્યાં તેમણે તેમની પોતાની દુકાન સંભાળવાનું નક્કી કર્યું એક વર્ષ તેમણે તે દુકાનમાં કામ કર્યું ત્યારબાદ તેમણે તે દુકાનમાં કામ ન કરવાનો સોચ્યું કારણકે તે દુકાનમાં કામ કરીને તેમના સપનાઓ સાકાર થતાં જોવા મળી ન રહ્યા હતા.
આ દરમિયાન જયેશ ની મુલાકાત તેના મિત્ર સાથે થઈ તેણે તેને હીરામાં કામ કરવાનું કહ્યું અને જયેશ 500 રૂપિયા લઈને કામ કરવા માટે નીકળ્યા કામ કર્યા બાદ તેમણે ત્યાં તેની નાનકડી તેલની દુકાન શરૂ કરી જેમાં તેમને ઘણો નફો થતો હતો તેમણે એક જ વર્ષમાં 5 લાખ કમાઈ લીધા હતા ત્યારબાદ તેમણે રાજહંસ કરીને કંપની સ્થાપિત કરી અને પાંચ દેશોમાં તેની કંપની ચાલુ કરી જેમાં તેમણે સફળતા પ્રાપ્ત કરી.
આગળ જતાં તેમણે કાપડમાં રોકાણ કર્યું અને તેમાં પણ તેણે સફળતા પ્રાપ્ત કરી આમ તેલ ક્ષેત્રમાં અને કાપડ ક્ષેત્રમાં તેમણે સફળતા પ્રાપ્ત કરી આગળ જતાં તેમણે પોતાના રેસ્ટોરન્ટ સ્થાપિત કર્યા અને હવે કેડબરી, નેસ્લેને ટક્કર આપવા માટે પોતાની ચોકલેટની બ્રાન્ડ સ્થાપિત કરી છે આમ તેમણે બચપનથી મોટા સપના જોયા હતા અને તે સાકાર કરવામાં સફળ પણ થયા