જ્યારે કોઇ કાર્ય આપણાથી ન થાય ત્યારે આપણે તેને અસંભવ કહીએ છીએ અને અસંભવ કહીને કરવાનું છોડી દઈએ છીએ અને જ્યારે કોઈ બીજી વ્યક્તિ તે કરી લે છે ત્યારે બોલીએ છીએ કે તેના નસીબ સારા છે એટલે એનાથી થઈ ગયું પરંતુ એ કાર્ય કરવામાં કેટલી કઠિનતા હતી અને તેણે કેવી રીતે કર્યું એ કોઈ જોતું નથી પરંતુ તમે મહેનત કર્યા વગર કાર્ય અસંભવ છે એ કહી ને છોડી દો છો આજે આપણે તેવા જ ચાર મિત્રોની વાત કરવાના છીએ જેમણે ઘણી અસફળતાઓ જિંદગીમાં જોઈ પરંતુ આખરે સફળતાના શિખરે પહોંચી ગયા.
2015માં અનંત ગોયલ જે કંપનીના સીઈઓ છે આશિષ ગોહિલ અનુરાગ જૈન અને યાતિષ તલાવડીએ મિલ્ક બાસ્કેટ કંપનીની શરૂઆત કરી હતી શરૂઆતમાં તે લોકોએ બહુ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તેમના બે વેન્ચર અસફળ ગયા હતા જેમાં તેમના લાખો રૂપિયા ડૂબી ગયા હતા તેમણે હાર માન્યા વગર કારોબારને આગળ વધાર્યું ઘણા નવા વિચારો લાવ્યા અને નફા-નુકસાનની નોંધણી રાખી
વિક્રેતાને પ્રતિસાદ આપવા માટે કહ્યું.
ત્યારબાદ હવે કંપની 2021માં તેમનાં રેવન્યુ સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત કરી રહી છે એક સમય હતો જ્યારે કોઈ પણ આ કંપનીમાં રોકાણ કરવા માટે તૈયાર ન હતું પરંતુ હવે આ કંપનીમાં યુનિલિવર કલારી લેનેવો કેપિટલ જેવી કંપનીઓએ ૧૮૦ કરોડનું રોકાણ કર્યું છે આમ હવે ચાર મિત્રો સફળતાના કદમે આવી પોહોંચી ગયાં છે.
2012માં તે લોકોએ પેન્ટ સર્વિસ આપવાનું ચાલુ કર્યું હતું જેમાં છ લાખ રૂપિયા નાખીને તે લોકોએ ઘણા ફર્મો પેન્ટ પણ કર્યા હતા પરંતુ આ કંપની ઘાટામાં ગઈ ત્યારબાદ તેમણે વિચાર્યું કે પહેલા બજાર વિશે માહિતી મેળવવી પડશે પછી જ કોઈ કામની શરૂઆત કરવી પડશે ત્યારબાદ તે લોકોએ સંપત્તિનું ભાડા પર વેચાણ કરવાનું શરૂ કર્યું.
તેમાં તેમના એક જ વર્ષમાં ૨૫ લાખ રૂપિયા ડૂબી ગયા તે લોકોએ ઘણા વિચારવિમર્શ કર્યા ઘણા વર્ષો સુધી પૈસા ડૂબવાના દુઃખમાં રહ્યા પરંતુ તેઓ હાર ન માન્યા અને તે લોકો મિલ્ક બાસ્કેટ કંપની દુનિયા સમક્ષ લઇ આવ્યા અને સફળતા પ્રાપ્ત કરી હવે આ કંપની સફળતાના શિખરે પહોંચી ગઈ છે અને તેમનું સ્વપ્ન છે કે આવતા વર્ષોમાં તે દસ લાખ લોકોને સર્વિસ આપવાનું ચાલુ કરે તેમણે હાલમાં કંપનીમાં દસ હજાર કર્મચારીઓને આ કામ આપ્યું છે આ રીતે ચાર મિત્રોએ અસફળતાથી હાર ન માનીને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને આખરે સફળતા હાંસિલ કરી લીધી.