બોલીવુડ અભિનેત્રી જયા બચ્ચન વિશે તો તમે જાણતા જ હશો. આ એક એવી અભિનેત્રી છે જે પોતાની ફિલ્મો કરતા પોતાના રાજકીય નિવેદનોને કારણે વધુ ચર્ચામાં રહેતી હોય છે. અભિનેતા અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન પોતાના ગરમ મિજાજ અને પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં આવતી જ હોય છે. હાલમાં પણ જયા બચ્ચનના જીવન સાથે સંકળાયેલ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો કે આ સમાચાર જયા બચ્ચનના નિવેદન અંગે નહીં પરંતુ તેમના અંગત જીવન વિશે છે.
હાલમાં સામે આવેલી માહિતી અનુસાર જયા બચ્ચનની માતા ઇન્દિરા ભાદુરી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરીએ તો જયા બચ્ચનની માતા ઇન્દિરા ભાદુરી જેઓ હાલમાં ૯૩ વર્ષના છે તેમની ગત ૬ ડિસેમ્બરના રોજ તબિયત બગડી હતી. અચાનક જ તબિયત બગડતા તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઇન્દિરા ભાદુરીની હાલત જોતા ડોકટર દ્વારા પેસમેકર સર્જરી કરવાનું કહેવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે આ એક હૃદય સંબંધિત સર્જરી છે જેમાં હૃદયમાં એક બેટરીથી ચાલતું ઉપકરણ મૂકવામાં આવે છે જેથી હૃદયને યોગ્ય રીતે લોહી મળી રહે અત્યારની વાત કરીએ તો બચ્ચન પરિવાર દ્વારા આ અંગે કોઈ જ માહિતી આપવામાં આવી નથી પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર ઇન્દિરા ભાદુરીની આ સર્જરી સફળ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાત કરીએ ઇન્દિરા ભાદુરી અંગે તો તેમના પતિનું નામ તરૂણ ભાદુરી હતું .તેઓ ખૂબ જ પ્રખ્યાત પત્રકાર હતા અને ચંબલના હુમલા સમયે ડાકુઓ સાથે રહ્યા હતા. તેમને લખવા વાંચવાનો ખૂબ જ શોખ હતો જોકે વર્ષ 1996 માં તેમનું નિધન થયું હતું.