બોલીવુડ ફિલ્મ અભિનેતા ગોવિંદાની દીવાનગી માત્ર ભારતમાં નહીં પણ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ એટલી જ જોવા મળે છે આ વચ્ચે પાકિસ્તાનના ફેમસ અભિનેતા ફહાન મુસ્તુફાને ગોવિંદાને જોતા જ તેમના પગમાં પડીને આશીર્વાદ લીધા અને તેમના ખૂબ જ વખાણ કર્યા પરંતુ આ મામલે પાકિસ્તાનમાં બેઠેલા ઘણા કટ્ટરપંથી ખુબ જ નારાજ થયા છે.
અને અભિનેતા ફહાન મુસ્તુફાને ટ્રોલ કરી રહ્યા છે સમગ્ર ઘટના અનુસાર ફિલ્મ ફેયર મિડલ ઈસ્ટ એવોર્ડ દરમિયાન બોલીવુડ સ્ટારની મુલાકાત પાકિસ્તાનની કલાકારો થી થઈ અને વચ્ચે પાકિસ્તાની અભિનેતા ફહાન મુસ્તુફા ગોવિંદા માટે પોતાના દિલ માં પ્યાર અને સન્માન જતાવતા જોવા મળ્યા તેમનો ગોવિંદાને.
પોતાના આદર્શ માનીને આશીર્વાદ લીધા અને ગોવિંદાએ પણ તેમને ગળે લગાવીને પ્રેમ લૂંટાવ્યો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો અને પાકિસ્તાની કટરપંથી લોકોને આ વિડીયો પસંદ ન આવ્યો સાથે ફહાન મુસ્તુફા ને ખૂબ જ ટ્રોલ કરતા પાકીસ્તાની જણાવી રહ્યા હતા કે પગમાં પડવું કોઈના તે ઈસ્લામી વિરુદ્ધ છે ઇસ્લામમાં કોઈને પગે પડી ના શકાય.
તો બિજા યુઝરે લખ્યું કે પોતાનો ધર્મ છોડીને તેમનો ધર્મ અપનાવી ભારતમાં રહેવા જતો રહે તો એક યુઝરે જણાવ્યું કે આપણે મુશ્લીમ છીએ ફહાન એ ભુલી ગયો છે જેની ઘણી કમેન્ટ થી તેને ખુબ ટ્રોલ કરી રહ્યા છે જાણે વડીલોના પ્રેમ આર્શીવાદ મેળવવા જેવી સામાન્ય બાબત ને લઈ ફહાન મુસ્તુફા પર મોટો ગુનો કર્યો હોય તેમ કહી રહ્યા છે.